સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

બેથી ત્રણ વર્ષના બાળકો માટે વિનામૂલ્યે વિવિધ સ્પર્ધા યોજાશે

ભાવનગર કિડ્સ હેવન પ્લેહાઉસ આંબાવાડી અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા

ભાવનગર, તા. ૭ : કિડસ હેવન પ્લેહાઉસ આંબાવાડી દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના સંયુકત સહકારથી તા. ૧૦-૬-ર૦૧૯ના રોજ સવારે ૯-૩૦ કલાકે કિડસ હેવન પ્લેહાઉસ, ૧૧૭પ, એ-ર, સરદાર પટેલ કન્યા છાત્રાલયની સામે, આંબાવાડી, ભાવનગર ખાતે વિનામૂલ્યે બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્ધીબેબી કોમ્પીટીશન તથા કયુટબેબી ફોટોગ્રાફ કોમ્પીટીશનનું આયોજન કરાયેલ છે. હેલ્ધી બેબી કોમ્પી ટીશનમાં જે બેબી હેલ્ધી હશે, સંપૂર્ણ રસીકરણ કરાવેલ હોય, વજન, ઉંચાઇ તેમજ માતા દ્વારા બાળકની રાખવામાં આવતી કાળજી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી એકથી ત્રણ નંબરમાં આવનાર બાળકોને ઇનામ આપી રેડક્રોસ દ્વારા સન્માનીત કરી પ્રોત્સાહીત કરવામાં આવશે. કટુટબેબી ફોટોગ્રાફ કોમ્પીટીશનમાં બાળકોના ફોટોગ્રાફ (૪*૬ ઇંચ) આપવાના રહેશે. જે સ્પર્ધાના દિવસે સાથે લાવવાના રહેશે, જેમાંથી કમીટી દ્વારા પસંદ કરી જે બેબી કયુટ લાગશે તેવા ત્રણ બાળકોને પસંદ કરી તેમને ઇનામ આપી પ્રોત્સાહીત કરાશે, ઉપરોકત બંને સ્પર્ધામાં બાળકોની વય મર્યાદા ર થી ૩ વર્ષની રાખવામાં આવી છે. આ સાથે રકતદાન કેમ્પ પણ યોજવામાં આવેલ છે, જેમાં ૧૮ વર્ષની ઉપરથી કોઇ પણ તંદુરસ્ત વ્યકિત રકતદાન કરી શકશે, તો વધુમાં વધુ લોકોને રકતદાન કરવા અપીલ છે. વધુ વિગત માટે રાકેશભાઇ દાવડાનો સંપર્ક કરવો. મો. ૯૮૯૮૭ પ૭૪૧૯

(12:22 pm IST)