સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

જામકંડોરણામાં પુરા શાનો શૌકત સાથે રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી

જામકંડોરણા તા. ૭ : જામકંડોરણા સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત દ્વારા રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી આવા આકરા તાપમાં પણ મુસ્લિમ ભાઇઓ, બહેનો, બાળકો તથા વૃદ્ધોએ આખો મહીનો રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી નમાજ અદા કરી હતી આજે વહેલા ઉઠી ફજરની નમાજ અદા કરી મોટાપીરની દરગાહ શરીફથી નીકળેલ ઝૂલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બીરાદારો જોડાયા હતા આ ઝૂલૂસ શહેરની મુખ્ય બજારમાં થઇ ધોરાજીના નાકા બહાર ઇદગાહના સ્થળે પૂર્ણ થયું હતું જયાં સમુહ નમાજ અદા કરી એકબીજાને ભેટી ઇદની મુબારકાદ પાઠવી હતી આ તકે મૌલાન યાસીનબાપુએ તમામ સુનની મુસ્લિમોને મુબારકબાદ પાઠવી હતી તેમજ તમામ હિન્દુ ભાઇ-બહેનોને ઇદની મુબારકબાદ પાઠવી હતી આ ઇદની ઉજવણીની તૈયારીમાં અને વ્યવસ્થામાં જમાતના પ્રમુખ હાજી અબ્દુલાલ હાજી વલીમામદ, ઉપપ્રમુખ જુમાભાઇ જીવાભાઇ તથા આગેવાન જનાબ હનીફ (બાપુ) મચ્છીવાલા, બન્ને મસ્જીદોના ઇમામોએ જહેમત ઉઠાવી હતી.

(12:19 pm IST)