સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

રાજસ્થાનથી ચોરીનો મુદ્દામાલ જૂનાગઢ પોલીસ દ્વારા જપ્ત કરાયો

જૂનાગઢઃ રેન્જ આઈ.જી. એસ.જી. ત્રિવેદી અને એસ.પી. સૌરભ સિંઘની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.વી. ડામોરના સીધા માર્ગદર્શન તથા પો. સબ ઈન્સ. આર.એમ. ચૌહાણની સૂચના મુજબ સી-ડિવીઝન પો. સ્ટે. ગુ.૨. નં. ફર્સ્ટ-૪૭/ ૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામના આરોપી ધવલ રમેશભાઈ જાદવ રહે. કડાયા તા. માળીયા હાટીનાવાળાને ગુન્હાના કામે રીમાન્ડ રીપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજુ કરતા મજકુર આરોપીના રીમાન્ડ મંજુર થયેલ હોય જેથી મજકુર આરોપી સાથે પો. સબ ઈન્સ. એન.કે. વાજા તથા એ.એસ.આઈ. એન.એમ. કટારા તથા પો. હેડ કોન્સ. કે.કે. રાઠોડ તથા પો. કોન્સ. અતુલભાઈ દયાતર તથા ડ્રાઈવર ગોપાલભાઈ રામ એ રીતેના પો. સ્ટાફના માણસો રાજસ્થાનના ઉદયપુર ખાતે આરોપીએ વેચાણ કરેલ ચાંદીના સાંકળા જોડી-૧ કિં. રૂ. ૩૦૦૦ તથા અજમેર ખાતે વેચાણ કરેલ સોનાના દાગીનાનો ઢાળીયો કિં. રૂ. ૮૦,૧૩૦ તથા મોબાઈલ ફોન ૧ કિં. રૂ. ૫૦૦૦ મળી કુલ કિં. રૂ. ૮૮૧૩૦નો ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવામાં સફળ થયેલ છે. તેમજ મુખ્ય ત્હો. બહેન નયનાબેન ભરતભાઈ મારૂ રહે. રાજીવનગર જૂનાગઢવાળીને આજરોજ તા. ૬-૬-૨૦૧૯ના અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરતા હાલ બન્ને આરોપીઓ જેલ હવાલે છે તેમજ આગળની તપાસ હાલ પો. સબ ઈન્સ. કે.જે. પટેલ ચલાવી રહેલ છે.

(12:10 pm IST)