સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

વડિયામાં ફરી દિપડાએ ગાયનું મારણ કર્યુ

વડિયા, તા.૭: કેટલાક દિવસોથી દીપડો આટા ફેરા મારતો હોય ત્યારે સીમ વિસ્તારમાં એક ખેડૂતની ગાયને ફાડી ખતા અરેરાટી મચી  છે વડિયામાં થોડા દિવસ પહેલા એક દરબારી વાડી ખાતે દિપડાએ વાછરડાનું મારણ કર્યું હતુ બાદમાં તેજ દિપડાએ વડિયા સુરવો ડેમ કાંઠે આવેલ મુશાભાઈ સાડેકીની વાડીએ કુતરાનું મારણ કર્યું હતુ ત્યારે આજે ફરી જડેશ્વર મહાદેવ મંદિર પાસે નાથાભાઈ ધુશાભાઈ લાખાણીની વાડીએ પોતાની ગાય ફરજામા બાંધેલ હતી ત્યારે મોડી રાત્રે દિપડાએ ફાડી ખાતા વડિયા પંથકના ખેડૂતો મા ફફડાટ ફેલાઇ ગયો છે આ આદમ ખોર દિપડાને પકડવાની ખેડૂતોની માંગણી ઉઠી છે ફોરેસ્ટ અધિકારી તાત્કાલિક વડિયા દોડી આવ્યા હતા અને ગાયનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:09 pm IST)