સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

દાઠા બોરડાના રસ્તાના ખાત મુહુર્તની પ્રસિદ્ઘિમાં પણ રાજકારણ!!

ભાજપ તરફથી મોકલવામાં આવેલ ફોટામાં ધારાસભ્યની બાદબાકી,કોંગ્રેસે બન્ને મુખ્ય નેતાઓને મુકયા

તળાજા, તા.૭: તળાજા તાલુકાના દાઠા અને બોરડા ગામને જોડતા રસ્તાને પેવર બનાવવા માટેન કામનું આજ મુર્હત કરવામાં આવ્યુ. રાજકારણીની મોડા આવવાની છાપ છે તેમ ધારાસભ્ય મોડા પહોંચ્યા. ભાજપ ના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન એ મુર્હત કરું નાખયૂ.સાથે પ્રસિદ્ઘિ માટે જેફોટાઓ મોકલવામાં આવ્યા તેમાં પણ ભાજપ એ મોકલેલ ફોટાઓમાં કોંગ્રેસ કાર્યકરો કે ધારાસભ્ય બન્નેની બાદબાકી જોવા મળેલ.જયારે કોંગ્રેસે મુકેલ ફોટાઓ માં બન્ને પક્ષના મુખ્ય આગેવાનો સાથે જોવા મળ્યા.

દાઠા વિસ્તારના ગામડાઓના લોકોની રસ્તો ટનાટન બનાવવાની માંગણીનોંપડદ્યો જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ એ જીલ્યો. સંબધિત વિભાગો સાથે તાત્કાલિક પરામર્શ કરી આજે પેવર રસ્તો બનાવવાની કાર્યવાહીનું મુર્હત પણ જાહેર કરી દેવામાં આવ્યો.

જેને પગલે ગૌતમ ભાઈ ચૌહાણ પોતાના કાર્યકરો સાથે સમયસર પહોંચીને મુર્હત કરી નાખ્યોને ફોટાઓ પણ વાયરલ કરી દીધા.

બાદમાં તળાજા ધારાસભ્ય કનુભાઈ બારૈયા પ. પોતાના કાર્યકરો સાથે પહોંચ્યાં હતા. ને તેમના કાર્યકરો દ્વારા પણ મીડિયા ને પ્રસિદ્ઘિ માટે ફોટાઓ મોકલવામાં આવ્યા હતા. તેમ બન્ને પાર્ટીના મુખ્ય નેતાઓ જોવા મળતા હતા. પણ ભાજપ તરફથી મીડિયાને મોકલવામાં આવેલ ફોટાઓમાં ધારાસભ્ય કે કોંગ્રેસના એકપણ કાર્યકર જોવા મળતા નહતાં.બન્ને ફોટાઓ વાયરલ થયા હોય પ્રસિદ્ઘિમાં પણ રાજકારણ ખેલાતું હોવાનુ લોકોને જોવા જાણવા મળયુ..

દાઠા બોરડા ગામને જોડતા રસ્તાનું કામ આજે શરૂ થયુ ત્યારે થોડા સમય અગાઉ આજ વિસ્તારમાં વેજોદરીના રસ્તાનું કામ નબળું બનતું હોવાનો ગોકીરો હતો આથી આજે આરંભ થયેલ કામ મજબૂતી વાળું બને તેવી લાગણી સાંભળવા મળી હતી.

(12:08 pm IST)