સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

અર્જુનભાઈ મોઢવાડીયાના પિત્રાઈ ભાઈ ડો. જયેશ મોઢવાડીયાને હત્યાની ધમકી

હોસ્પીટલમાં જઈ રિવોલ્વર કાઢીને ફૂંકી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૭:. ગુજરાત કોંગ્રેસના ધરખમ ગજાના અગ્રણી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના પિત્રાઇ ભાઇ ત્થા પોરબંદરના જાણીતા અગ્રણી ડો. જયેશભાઇ મોઢવાડીયાની હોસ્પિટલમાં જઇ રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનાથી મોટો ખળભળાટ મચી ગયો છે. પોરબંદરની કોઇ ગેંગના મોટા માથાઓ આ ધમકી આપ્યાનું જાણવા મળે છે. નામો-વિગતો મેળવાઇ રહ્યા છે.

પોરબંદરના કોટેચા સર્કલ પાસેના ફલેટોની એફએસઆઇ ૩-૩ ગણી વધી જતા ચોકકસ ગેંગના સભ્યો આ ફલેટો સસ્તામાં ''રીડેવલપીંગ''ના નામે ખરીદવા તજવીજ કરતા હોવાનું અને આંખના સર્જન ડો. મોઢવાડીયાએ આમાં સામેલ થવા ઇન્કાર કરતા મહિનાઓથી ધમકીની ભાષા બોલાતી હતી તેવું બહાર આવ્યું છે.

દરમિયાન આજે બપોરે ચાલુ હોસ્પિટલે જયેશભાઇ મોઢવાડીયાને રિવોલ્વર કાઢી ફૂંકી મારવા ધમકી અપાયાની ઘટનાથી સમગ્ર શહેરમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

આ લખાય છે ત્યારે પોલીસ ફરિયાદ થયાનું જાણવા મળે છે.

(4:17 pm IST)