સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

કોડીનાર તાલુકા યુવા ખેડુત દ્વારા પોષણક્ષમ ભાવ મુદે આવેદન

કોડીનાર, તા.૭: કોડીનાર તાલુકા યુવા ખેડુત મંડળ દ્વારા કોડીનારનાં મામલતદાર દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી પોષણક્ષમ ભાવ્યો અને ખેડુતોનાં પ્રશ્નોનાં નિરાંક્ષણ માટે રજુઆત કરી હતી. આવેલી પત્રમાં જણાવ્યા મુજબ પંટ્રોલયમ પ્રદેશોનાં વધતા ભાવનાં લિધે અને રાજયનાં ખેડુતોને ખેત ઉત્પાદન ખર્ચ માટે ખાનગી વ્યાજનાં ચક્રમાં ખેડુતોને આત્મહત્યા કરવાની ફરજ પડી રહી હોવા  છતા સરકાર તરફથી કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ યોગ્ય રીતે આપવામાં આવતી નથી તેમજ દુધ ઉત્પાદનમાં પણ પોષણક્ષમ ભાવો મળતા નથી અને માલઢોરનાં ચારોખુબ જ માંધો પડે છે અને મોટાપાયે દુધ ડેરીઓ તયડો નફો મંવળ રહ્યા હોય ગુજરાત સરકાર ખેડુતોનાં એક એકરનાં રૂ.૫૦૦૦લાખ વાર્ષિક સહાય નકકી કરવા રજુઆત કરી જેમા ખેડુતોનાં પ્રશ્નોનું નિરાકંરણ અહિ સાથે તો ગુજરાત સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડનાર હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું.(૨૨.૮)

(12:00 pm IST)