સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

જુનાગઢ : પ્રોજેકટોનું લાઇવ પ્રદર્શન

જુનાગઢ ભેંસાણ રોડ પર આવેલી નોબલ એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ એ ભવનાથ ખાતે ભવ્ય લાઇવ પ્રોજેકટ ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું જેમાં નોબલ એન્જિનિયરીંગ તેમજ આર્કીટેકચર ના વિદ્યાર્થીઓ એ ૨૪ પ્રોજેકટનું લાઇવ પ્રદર્શન કર્યુ હતું ગત વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢની ૧૦૦૦૦ થી વધારે જાહેર જનતા એ આ પ્રદર્શનને માણ્યું અને આવકાર્યુ હતું. આ વિવિધ પ્રોજેકટમાં એશિયા લેવલે સાતમો ક્રમાંક મેળવેલ ''ધ બીગ કેટ'' સાઇકલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી આ ઉપરાંત અન્ય પ્રોજેકટ જેવા કે ફહ્ર૨ રોબોટ, ૩ડી ફલેશ કયુબ, ગ્રાઉન્ડ ઝીરો વિહિકલ, રોકર બગી અને સ્પાઇડર રોબોટ જેવા અત્યાધુનિક કોન્સેપ્ટને પણ નોબલે કોલેજના વિદ્યાર્થીઓએ રજુ કર્યા હતા. આ પ્રોજેકટ પરથી વિદ્યાર્થીઓ એ આઉટ ઓફ કલાસ રૂમનું જ્ઞાન મેળવીને પ્રેકટીકલ સિધ્ધિ પ્રાપ્ત કરેલી છે. સંસ્થાના મેનેજમેન્ટ, આચાર્ય શ્રી ડો. વિપુલ વેકરીયા એ અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીરમાં વિદ્યાર્થીઓ પ્રોજેકટ સાથે નજરે પડે છે.

(11:54 am IST)