સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

પોરબંદરની બારમાસી જેટીની લંબાઇ વધારવાનું કામ ગતિમાં

પોરબંદર તા.૭: સુભાષનગર બારમાસી જેટીની લંબાઇ વધારવાનું કામ ગતિમાં થઇ રહયું છે.

પ્રારંભે ૧૦૦ મીટરની લંબાઇ વધારાશે. સુરક્ષા સેતુ કોસ્ટગાર્ડની અલગ જેટી છે. જેની લંબાઇ વધારવામાં આવે તથા નવી જેટી બનાવવામાં આવશે.

આજરોજ મહારાજા નટવરસિંહએ ઓલવેધર પોર્ટ બનાવવા અમેરિકન કંપની સાથે પ્રથમ વખત વાટાઘાટ કરી હતી ત્યારપછી સોૈરાષ્ટ્રની સરકાર આવી અને પુના બારમાસી જેટીનું કામ શરૂ થયેલ તે સમયે ધારાસભ્ય તરીકે મથુરદાસ ગુપ્તા હતા. ૧૯૬૧માં સોૈરાષ્ટ્ર મુંબઇ વિસ્તારથી અલગ થયું અને ગુજરાત સરકારમાં નાયબ નાણામંત્રી પદેે અને ત્યારપછી પુર્ણ કક્ષાના નાણામંત્રી માલવિજીભાઇ ઓડેદરાએ બારમાસી જેટીને પુનઃ સક્રિય કરી હતી, ૧૯૭૮માં સુભાષનગર જેટી બારમાસી જેટી તરીકે જાણીતી થઇ હતી. જૂની જેટીનો ભાગ સુરક્ષા એજન્સીને સોંપી આપેલ છે.

(11:50 am IST)