સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

વડિયામાં એસ.બી.આઇ બેન્ક સામે વેપારીઓમાં રોષ

એસ.બી.આઇમા  કેશિયર બારી બીજી ખોલવા માટે બે વર્ષ થી રજુઆત કરવામાં આવી રહી છે છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે સ્ટાફ મા વધારો નથી થતો કે નથી કેશિયર બારી બીજી ખુલતી જેના લીધે ગ્રાહકોને પડતી હાલાકીનો સામનો કરવો પડે છે. ટિફિન સાથે લાવવાની વાતો જણાઈ રહી છે કામ-ધંધા છોડીને લોકોને કલાકો સુધી ઉભુ રહેવું પડે છે લાંબી કતારોમા કોઈ જાતની ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે તંત્રને પડી ના હોઈ તેવું વાતાવરણ અને જવાબો મળે છે અભણ ગ્રાહકોને આઠ દસ દિવસ સુધી ટલ્લે ચડાવીને તંત્ર ઊંદ્યમાં રહે છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છેકે વચેટિયા ઓ મારફતે ફટાફટ કામો થાય છે આવુને આવું ચાલ્યા કરશે તો ચેમ્બર ઓફ કોમર્સ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબ દારી એસ.બી.આઈ.બેન્ક ની રહેશે. અભણ ગ્રાહક ને પાસબુક ની એન્ટ્રી પાડવા માટે કામધંધો છોડીને ગામડે થી ધક્કા ખાવા પડે છે જો પાસબુકમાં એન્ટ્રી મા વાર લાગે તો કેટલાયે લોકોના એકાઉન્ટ માંથી ફ્રોડ લોકો દ્વારા રકમો ઉપડીજવાના કેસો ની વાતો જાણવા મળે છે માટે બેન્ક તંત્રને એલર્ટ અને સ્ટાફ મા વધારો કરવો જોઈએ અને કેશિયર બારી બીજી ખોલવી જોઈએ જેથી ગ્રાહકોને હાલાકીનો સામનો ના કરવો પડે અને કામ ધંધો રજડે નહીં તેવું ગ્રાહકો અને ચેમ્બર ઓફ કોમર્શ પ્રમુખ દ્વારા જણાવ્યું છે. (તસ્વીર જીતેશગીરી ગોસાઈ વડિયા)

(11:50 am IST)