સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

કોડીનારના આદર્શ ગામ વિઠ્ઠલપુરમાં પર્યાવરણ વૃક્ષમિત્ર યોજના અમલી !

કોડીનાર તા.૭: વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતનાં સરપંચ પ્રતાપભાઇ મહીડા દ્વારા આજે પર્યાવરણ દિવસ નિમિતે સોશ્યિલ મિડીયા સાથે જોડાયેલા તેમના મિત્રો અને તેમનાથી દુર રહેતા મિત્રોનાં નામે વૃક્ષો વાવીયા હતા. આ યોજનામાં જે મિત્ર નાં નામે વૃક્ષ હોય તેણે રૂ. ૫૦૦ ફી ચુકવવાની તેમજ તે વૃક્ષને મિત્રનું નામ આપી મિત્ર નાં નામ નું બોર્ડ વૃક્ષ ઉપર લગાડયા હતા. આ યોજના માં ઓસ્ટ્રેલિયા-અમદાવાદ સહિત ગુજરાત ભરનાં ૫૬ મિત્રોનાં નામે વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી અને તમામ વૃક્ષોને સરપંચ પોતે પાણી પિવડાવીને મોટા કરશે. તેમજ આ દરેક વૃક્ષની પંચાયત મિલ્કત રજીસ્ટરમાં નોંધણી કરવામાં આવી હોય આ મિલ્કત પંચાયતની રહેશે જેથી તેને કોઇ કાપી શકશે નહી.

તેમજ વિઠ્ઠલપુર ગ્રામજનો માટે ''પર્યાવર સુરક્ષા યોજના શરૂ કરાઇ છે. જેમાં પોતાના ઘરે કે પ્લોટ ની આજુબાજુમાં વૃક્ષ વાવી તેનું જતન કરી વૃક્ષની ઉંચાઇ ૧૦ ફેટ થાય ત્યારે વેરામાં રૂ. ૨૦ની મુકિત આપવાની યોજના પણ શરૂ કરાઇ છે.

ફકત પર્યાવરણ બચાવવા અને ગામને હરીયાળુ બનાવવાના આ સુંદર અને સ્વચ્છ અને દેશમાં અનોખું ગામ બનાવવાના હેતુ સાથે શરૂ કરાયેલી આ યોજનામાં ગામનાં મુખ્ય માર્ગો પર ફુટપાથ પર મિત્રનાં નામ સાથે વાવેલાા વૃક્ષમાં રાહદારીઓ મિત્રનાં દર્શન કરી શકશે. આમ એક વખત ફરી વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત અનોખી રીતે પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી સમગ્ર દેશને નવી રાહ ચિંધી છે.

(11:43 am IST)