સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

ખેડૂતોના પ્રશ્ને કિશાન સભા દ્વારા રવિવારે ગામડા બંધ-રસ્તા રોકો કાર્યક્રમ

ઉપલેટા તા. ૭ : અખીલ ભારતીય કિશાન સભા સાથે જોડાયેલ ગુજરાત કિશાનસભાના ગુજરાત પ્રદેશના આગેવાનોની મિટીંગ તાજેતરમાં પ્રાર્થના સમાજ હોલ અમદાવાદ ખાતે યોજાયેલ તે અંગે માહીતી આપતા પ્રદેશ પ્રમુખ ડાયાભાઇ ગજેરા અને મહામંત્રી પરસોતમભાઇ પરમારે જાહેર નિવેદનમાં જણાવેલ છે. કે કેન્દ્ર સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતીઓની ૮ લાખ કરોડની વસુલાત વગરની લોન છે ર લાખ કરોડની લોન માફ કરી દયે છે. પરંતુ ખેડુતો અનેક રાજયોમાં આંદોલન કરે છ છતા ચૂંટણીમાં વચન આપ્યા છતા દેવા માફી જાહેર કરતી નથી.

કિશાનસભા દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે તા.૧૦ મીએ ગામડા બંધ અને રસ્તા રોડો કાર્યક્રમ યોજવા નિર્ણય કરેલ છે. જયારે આગામી જુલાઇ માસમાં જીલ્લાઓના ખેડુત સંમેલનો તથા ૯મીએ ઓગસ્ટ્રક્રાંતી દિવસે આઝાદીના આંદોલનના ઐતિહાસીક એલાન ભારત છોડોના (કવીટ ઇન્ડીયા) દિવસે દેશના ખેડુતોની માગણી મંજુર કરો યા ગાદી છોડો નું એલાન ખેડુતો આપશે તથા હજારોની સંખ્યામાં જેલભરો કાર્યક્રમ યોજાશે જયારે પ મી સપ્ટેમ્બરના રોજ દેશના લાખો ખેડુતો દિલ્લીમાં ધામા નાખશે અને સંસદને ઘેરાવ કરશે સીટુ અગ્રણી અરૂણ મહેતાએ ખેડુત આંદોલનને સમર્થન જાહેર કરેલ છે તથા તા. ૮ મી ઓગસ્ટ અને પ મી સપ્ટેમ્બરના કાર્યક્રમોમાં શ્રમજીવીઓને જોડાવા નિર્ણય કરેલ છે.

કિશાનસભા દ્વારા બુલેટ ટેન, એકસપ્રેસ હાઇવે પ્રશ્ને જુલાઇમાં તમામ સંગઠનોને સાથે રાખી જમીન સંપાદન સામે જીલ્લાઓમાં સંમેલનો યોજવાનો નિર્ણય કરેલ છે. કિશાનસભાની બેઠકમાં હાજર વરીષ્ઠ કિશાન તેના પ્રો. પ્રાગજીભાઇ ભાંભીએ ગુજરાત સરકાર દ્વારા પોલીસ દમન સામે ચેતવી આપતા જણાવેલ કે ગુજરાત સરકારે તેના ગંભીર પરીણામો ભોગવવા પડશે.

(11:41 am IST)