સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

હળવદમાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત જનજાગૃતિ રેલી

 હળવદ : સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ અને વિચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. જેમાં જનજાગૃતિ યોજાઇ હતી. જેમાં પાલિકા પ્રમુખ હીનાબેન એ. રાવલ, ઉપપ્રમુખ જયેશ પટેલ, સદસ્યો અનસોયાબેન પટેલ, અવનીબેન જોષી, રમેશ પારેજીયા, ચીફ ઓફિસર સાગર રાડીયા, નગરપાલિકા સ્ટાફના બીટ્ટુ મલિક, પુલકેશ જોષી, મામલતદાર કચેરી સ્ટાફ સહિતના જોડાયા હતા. વેપારીઓ સાથે પ્લાસ્ટીક મુકત શહેર અંગેનો વર્કશોપ યોજાયો હતો. દરરોજ સાંજે ચાર કલાકે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તારીખ ૭ના રોજ પ્લાસ્ટીકનો વેપાર કરતા વેપારીઓ તથા ફેરીયાઓને ઇકો ફ્રેન્ડલી પ્રોડકટની માહિતી તારીખ ૮ના રોજ નાના દુકાનદારો ફરસાણ, વેપારીઓ, ડેરી પ્રોડકટ વિગેરેને ઇકો ફ્રેન્ડલી પ્રોડકટની માહિતી તા. ૯ના રોજ સખી મંડળની બહેનોને ઇકો ફ્રેન્ડલી પ્રોડકટની માહિતી, તા. ૧૦ના રોજ સેનેટરી સ્ટાફ માટે પ્લાસ્ટીક વેસ્ટ અને સેગ્રીગશન અંગેના વર્કશોપ તેમજ તા. ૧૧ના રોજ પ્લાસ્ટીકનો વેપાર બંધ કરતા તથા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થનાર વેપારી અને નગરજનોના સન્માનનો કાર્યક્રમ યોજાશે. (તસ્વીર - અહેવાલ : દિપક જાની, હળવદ)(૨૧.૪)

(10:02 am IST)