સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

ગોંડલ નજીક બિલિયાળા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા એક મહિલાનું મોત :ત્રણને ઇજા :બે ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા

રાજકોટ :ગોંડલના બિલિયાળા પાસે ડિવાઇડર સાથે કાર અથડાતા થયેલ અકસ્માતમાં એક  મહિલાનું મોત નીપજ્યું હતું.જયારે  ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે જેમાં બે ઇજાગ્રસ્તોને રાજકોટ સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે અકસ્માતને કારણે  સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુ લઇને આગળની કાર્યવાહી હાથધરી હતી.

(10:30 pm IST)