સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જામકંડોરણા અને જેતપુર કોવિડ સેન્ટરમા સેવાયજ્ઞ: કોરોનાગ્રસ્ત દર્દીઓની સારસંભાળ લેતા યુવા મંત્રી જયેશ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોનાની લપેટમા આવી ગયેલ છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને વ્હારે આવીને યુવા મંત્રી જયેશ રાદડીયાએ આગવી પહેલ કરીને ૧૦ એપ્રિલથી “જામકંડોરણા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય” તેમજ “જેતપુર લેઉઆ પટેલ કન્યા છાત્રાલય(હિરપરા સંકુલ)”ખાતે યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ દાતાઓના સહયોગથી કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરીને કોરોના સંક્રમિત દર્દીઓને સુવિધાસભર સારવાર વિનામુલ્યે મળી રહે તે માટે દિવસ-રાત જોયા વગર પોતાની તબીયતની ચિંતા કર્યા વગર યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ આગેવાનો સતત કોવીડ સેન્ટર પર હાજર રહીને કોવીડમા નિસ્વાર્થ ભાવે સેવા આપતા સ્વયંસેવક ભાઈઓને પ્રોત્સાહીત કરીને દર્દીઓને વિનામુલ્યે સારામા સારી સારવાર મળી રહે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે,

યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ દાતાઓના સહકારથી જામકંડોરણા તેમજ જેતપુર કોરાના હેલ્થ સેન્ટર ખાતે કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર તમામ દર્દીઓને દાખલ કરીને પ્રાઈવેટ હોસ્પીટલ જેવી સુવીધા વિનામુલ્યે આપવામા આવી રહેલ છે તેમજ યુવા મંત્રી જયેશ રાદડીયાની સુચનાથી જરૂરીયાત વાળા ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને ડોકટરની સલાહ મુજબ બહારથી દવા મંગાવીને પણ સારવાર આપવામા આવી રહેલ છે,

બંન્ને કોરોના સેન્ટરમા દર્દીઓને ડોકટરની સલાહ મુજબનુ શુધ્ધ-સાત્વીક ભોજન તેમજ ફ્રુટ તેમજ જ્યુસ,નાળીયેર પાણી અને રાતે હળદર વાળુ ગરમ દુધ આપવામા આવે છે અને દર્દીઓની સાથે આવેલ તેમના સગાને પણ સંસ્થા તરફથી રહેવા તથા જમવાની સુવીધા વિનામુલ્યે આપવામા આવે છે,

જામકંડોરણા છાત્રાલય કોવીડ હેલ્થ સેન્ટર ખાતે અત્યાર સુધીમા ટોટલ ૮૭૯ દર્દીઓને દાખલ કરીને સારવાર આપેલ છે જેમાથી ૬૯૨ દર્દીઓ રીકવર થયેલ છે તેમજ હાલ ૧૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાથી ૯૨ દર્દીઓ ઓક્સીજન સારવાર હેઠળ છે, તેમજ જેતપુર છાત્રાલય કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ટોટલ ૨૭૫ દર્દીઓને દાખલ કરવામા આવેલ જેમાથી ૧૭૩ દર્દી રીકવર થતા રજા આપવામા આવેલ છે અને હાલ ૯૦ દર્દી સારવાર હેઠળ છે જેમાથી ૮૨ દર્દીઓ ઓકસીજન સારવાર હેઠળ છે.

ઉપરોક્ત બંન્ને કોવીડ સેન્ટરો ખાતે યુવા મંત્રી જયેશ રાદડીયાના અથાગ પ્રયાસોથી તાત્કાલીક ધોરણે ઓક્સીજન લાઈન ફીટ કરાવીને તેમજ વધારાના ઓક્સીજનની જરૂરીયાત પુરી કરવા ઓક્સીજનના ૪૦૦ જેટલા સીલીન્ડર વસાવીને વધારેમા વધારે ઓક્સીજનની જરૂરીયાત વાળા દર્દીઓને સારવાર આપવામા આવે છે.હાલ બંન્ને હેલ્થ સેન્ટરમા દરરોજ “૪”ટન જેટલો ઓક્સીજનનો વપરાશ છે.
આમ આ બંન્ને કોવીડ હેલ્થ સેન્ટરો હાલ ચાલી રહેલ કોરોના કાળમા આ વિસ્તારના કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલ છે.
સેવા કાર્યોમાં જામકંડોળા કન્યા છાત્રાલય ના ટ્રસ્ટીઓ આગેવાનો લલિતભાઈ રાદડિયા વિપુલભાઈ બાલધા જીતુભાઈ સાવલિયા ગોપાલભાઈ કોટડીયા જીતુભાઈ ગોંડલીયા આગેવાનો તેમજ જામકંડોરણા ખોડલધામ સમિતિ ના યુવાનોજેતપુર કોવિડ સેન્ટરના સેવાભાવી અગ્રણીઓ સુરેશભાઈ અમરેલીયા જયંતીભાઈ રામોલિયા રાજુભાઈ હિરપરા પ્રવીણભાઈ નંદાણીયા દીપકભાઈ ગુજરાતી સ્ત્રીઓ તેમજ આગેવાનો એ જહેમત ઉઠાવી હતી

(9:57 pm IST)