News of Friday, 7th May 2021
પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલનું રાજીનામુ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ :. પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલે ચીફ ઓફિસર પદેથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે.
પ્રા માહિતી મુજબ પોરબંદરમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ પટેલે આજે ચીફ ઓફિસર પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેઓનો સંપર્ક સાધતા રાજીનામાના કારણ અંગે કોઈ વાતચીત કરી ન હતી. દરમિયાન રાજકીય દબાણ કે પાલિકાના કામને લઈને દબાણ થતુ હોવાથી રાજીનામુ આપ્યાની ચર્ચાએ જાર પકડયુ છે.
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલના રાજીનામાથી પાલિકામાં ભારે ચર્ચા જાગી છે.(૨-૨૧)
(1:28 pm IST)