સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

ટંકારામાં એપ્રિલ માસમાં પ૦ થી વધુ લોકોના મૃત્યુ : હમીરપરમાં એક અઠવાડિયાના અંતરે પિતા-પુત્રના મોત

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા. ૬ : ટંકારા તાલુકાના ગામડાઓમાં એપ્રિલ મહિનામાં સંક્રમણ વધારે હતું. ટંકારા માં કેસો ઘટી રહ્યાનું જણાવાય છે. પરંતુ ગામડાઓમાં હજુ જોખમ વધારે છે. ટંકારામાં એપ્રિલ માસમાં ૫૦ થી વધુ લોકો ના મૃત્યુ થયેલ છે. ટંકારા તાલુકાના ગામડાઓમાં પણ ગામ દીઠ મૃત્યું આંક બે આંકડા ઓ માં બોલાય છે.

મોટી ઉમરની વ્યકિત ઓ સાથે નાની ઉંમરના લોકો ભોગ બન્યા છે.

ગામડાઓમાં ક્યાંક મોભ પડ્યો છે, ક્યાંક કરો પડ્યો છે. ક્યાંક કરો અને મોભ બંને  મૃત્યુ પામ્યા છે.

બે હજારની વસ્તી ધરાવતા હમીર પર ગામ માં મૃત્યું આંક વધુ છે. તા. ૨૮/૪/૨૧ના રોજ પિતા નું અવસાન થયું, આઠમાં દિવસે ૫/૫/૨૧ ના રોજ પુત્રનું અવસાન થયું. નાનકડા ગામમાં ભય નો સન્નાટો  છવાય ગયેલ છે.

એપ્રિલ માસમાં સરકારી હોસ્પીટલ માં જગ્યાઓ ન હતી, પરિણામે લોકોએ ઉછી ઉધારા કરી, મરણ મૂડી વાપરી કે વ્યાજે પૈસા લઈ ખાનગી દવાખાનાઓમાં સારવાર કરાવી છે, બે થી દસ લાખ રૂપિયા નો ખર્ચ કરવા છતાં પોતાના કુટુંબી જનોને બચાવી શક્યા નથી.

સરકાર દ્વારા કુદરતી આપતી, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી કે મોટા અકસ્માતો સર્જાતા તેમાં મૃત્યુ પામેલના પરિવાર જનોને

સરકાર દ્વારા બે લાખની સહાય અપાય છે. કોઇ ની ભૂલ  કે બદરકારીને કારણે થતા અકસ્માતના કારણે થતા  મૃત્યુમાં મદદ કરે છે્જે તાજેતરના આગના  બનાવમાં પરિવારજનોને સરકારે સહાય કરેલ છે.

આ કુદરતી કોપ છે.આ વર્ષ ની ભયંકર મહામારીએ કુદરતી જ આપત્તિ છે, તો આ મહામારીમાં મૃત્યું થયેલ પરિવારો ને સહાય આપવી જોઈએ, તેવી લોક માંગ કરી રહ્યા છે.

સામાજિક સંસ્થાઓ આગળ આવે આવા કુટુંબોને ધીરજ બંધાવે અને આર્થિક સહયોગ આપે તો આવા પરિવારના કુટુંબીજનો જીવી જશે.

(1:02 pm IST)