સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જુનાગઢના કર્મચારી ડીપ્રેશનમાં આવી જતા કયાં પહોંચી ગયા તે ખબર ન રહીઃ પોલીસે શોધી કાઢયો

જુનાગઢ, તા.૭: તા. ૦૪/૦૫/૨૦૨૧ના સવારે ૧૧ વાગ્યે પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા સરદાર બાગ ખાતે લેબ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મીરાર્થ સોલંકી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયેલ, તેની પાસે રહેલ મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય, પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના ઇચા. મદદનિશ નિયામકશ્રી વિશાલ પરમાર પણ પોતાની ઓફીસમાં કામ કરતા કર્મચારી ઓફીસથી કોઇને પણ કહ્યા વગર નીકળી જતા ચીંતાતુર થયેલ. તેમના દ્રારા મીરાર્થ સોલંકીના ઘરે તપાસ કરતા ત્યા પણ તે હાજર ના મળતા તેઓ દ્વારા સી ડીવીઝન પો.સ્ટે. જાણ કરતા  પી.એસ.આઇ. પી.જે.બોદર દ્રારા કમાન્ડ ્રૂ કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂને જાણ કરતા કરતા કમાન્ડ ્રૂ કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્રારા કાર્યવાહી હાથ ધરી ગણત્રીની કલાકોમાં શોધી કાઢેલ.ં

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતા દાખવી અને મીરાર્થ સોલંકીને શોધવા સારૂ કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ પો.કો. રવિરાજ સિંહ વાદ્યેલા, અશોકભાઇ રામ, જીવાભાઇ ગાંગણા, વિમલભાઈ ભાયાણી તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ.  પી.જે.બોદર, પો.કો. ચેતનસિંહ સોલંકી, ગોવિંદભાઈ પરમાર, કરણસિંહ ઝણકાત  ર્ંસહીતની ૨ પોલીસ ટીર્મં દ્વારા તપાસ હાથ ધરી, કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્વારા ર્ંVISWAS પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરા મારફર્તેં ગુમ થયેલ મીરાર્થ સોલંકીની શોધખોળ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. સી.સી.ટી.વી. કેમેરા મારફતે તપાસ કરતા મીરાર્થ સોલંકી આવા ઉનાળાના સખ્ત તાપમાં સરદાર બાગથી ચાલતા ચાલતા ગાંધીચોક, રેલ્વે સ્ટેશન, મજેવડી ગેઇટ, શક્કર બાગ, સાબલપુર ચોકડી સુધી નજરે પડેલ. ર્ંકમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સનો ભરપુર ઉપયોગ કરી મીરાર્થ સોલંકી ધોરાજી ચોકડી થી ધોરાજી બાજુ જ ગયેલ હોવા જોઇએ એવું અનુમાન લગાવેલ,જેથી વિના વિલંબે અને ખૂબજ જહેમત ઉઠાવી પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની કચેરીના કર્મચારી અંકિત નારિયા, અશોક પરમાર, કીરીટ નાથજી, ઉર્વેશ ઘુમલીયા, ફરહાન ભાઈ, અનિલ સોલંકી સહિતના સ્ટાફનો સહયોગ મેળવી મીરાર્થ સોલંકીને ઝાલણસર ધોરાજી હાઇવે પરથી શોધી કાઢવામાં આવેલ.

મળી આવતા મિરાર્થ સોલંકીની વધુ પૂછ પરછ કરતા, મિરાર્થ પોતે ડિપ્રેશનમાં આવી જતા પોતાને પણ ખબર ના હોય કે પોતે કયા જતો રહેલ હોય?. જેને ર્ંજૂનાગઢ પોલીસની ઝીણવટભરી તપાસના આધારે ગણત્રીની કલાકોમાં ભારે જહેમત ઉઠાવી શોધી કાઢેલ હતો

(12:59 pm IST)