સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

મોરબીના વિવિધ કોરોના કેર સેન્ટરની મુલાકાતે ધારાસભ્ય

મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ મોરબી અને તેની આસપાસ કોર્નોં કેર સેન્ટર જેવા કે રફાળેશ્વર ખાતે સમરસ કોરોના કેર સેન્ટર, સતવારા સમાજ સંચાલિત કોરોના કેર સેન્ટર, શ્રી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત સર્વજ્ઞાતીય કોરોના કેર સેન્ટર, રદ્યુવંશી કોરોના કેર સેન્ટર, પાટીદાર કોરોના કેર સેન્ટર ઉપરાંત બ્રહ્મસમાજ સંચાલિત પરશુરામ ધામના કોરોના કેર સેન્ટરની શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી અને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર અને સેવા આપી સ્વસ્થ કરીને હસતા મુખે દ્યરે મોકલવાનું ઉમદા કાર્ય કર્યું હોય જેથી કોરોના કેર સેન્ટરના સંચાલકો અને દર્દીઓ માટે દિવસ રાત સેવા આપતા મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને આનુસંગિક સેવા આપતા કર્મચારીઓને ધન્યવાદ પાઠવ્યા હતા. તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ,મોરબી)

(11:46 am IST)