સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં ધોમધખતો તાપ : જુનાગઢમાં ઝાકળવર્ષા

મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા આકરા ઉનાળાનો અનુભવ : લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે જુનાગઢમાં ઝાકળવર્ષા થઇ હતી.

સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

જુનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : જૂનાગઢ વિસ્તારમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા થયા બાદ અસહ્ય ઉકળાટ અને બફારો શરૂ થતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

સવારે જૂનાગઢમાં ઝાકળવર્ષા થતા રસ્તા ભીના થઇ ગયા હતા. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેવાની સાથે લઘુત્તમ તાપમાન ૨૫.૧ ડિગ્રી નોંધાયું હતું.  જ્યારે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૭ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી, લઘુત્તમ ૨૬ ડિગ્રી, ભેજ ૭૮ ટકા, પવનની ઝડપ ૧૦.૭ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(11:08 am IST)