સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th May 2019

ભાવનગરમાં વન્ડરલેન્ડ સ્ટેમઃ કિન્ડરગાર્ટન દ્વારા ઇસ્કોન કલબ ખાતે સૌપ્રથમ વખત પ્લે ડે યોજાયેલ

ભાવનગર તા.૭: ભાવનગરમાં વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડરગાર્ટન દ્વારા પ્લે મુવમેન્ટચાલુ કરવામાં આવી છે જેના અંતર્ગત તારીખ ૫ -૫- ૨૦૧૯ ના રોજ ઇસ્કોન કલબ ખાતે પ્લે ડેનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ શેરી રમતો ,કોમ્પિટિશન અને લાઈવ શો અને ડાન્સ વગેરેનું આયોજન કરવાના આવેલ આ કાર્યક્રમનું ઉદઘાટન ડીઆઈજી અશોક યાદવના હસ્તે, શ્રી સુનિલભાઈ વડોદરિયા મેહુલભાઈ વડોદરિયા ગૌરવ ભાઈ સેઠ, અનિરુદ્ઘસિંહ ગોહિલ વગેરેની હાજરીમાં થયું..

સવારથી દ્યણા બધા લોકોએ વિવિધ રમતો રમી freemovie બાળકોની જોઈ અને માતા-પિતાએ બાળકો સાથે કવોલિટી ટાઇમ વિતાવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરલા સોપારીયા આનંદભાઈ ઠક્કર,ની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:35 am IST)