સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th May 2018

જી.જી.હોસ્‍પિટલ પાસેથી હીરોહોન્‍ડા મોટરસાયકલ ચોરાયું

જામનગર : અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ધીરેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૧-ર૦૧૮ના જી.જી.હોસ્‍પિટલ  એસ.ટી.ડી. પી.સી.ઓ. પાસે ફરીયાદી ધીરેન્‍દ્રસિંહ એ પોતાના કબ્‍જાનું હીરોહોન્‍ડા સ્‍પેલન્‍ડર મોટરસાયકલ નં. જી.જે.-૧૦, બી.એ.૩૯૮૭ નું કિંમત રૂ.રપ,૦૦૦/- નું આ કામના આરોપી કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જાંબુડા ગામે જુગટુ રમતા ૧૪ ઝડપાયા

જામનગર : અહીં પંચ ‘એ' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. આર.આર.સેલ રાજકોટના ચંદ્રવિજય હરદેવસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-પ-ર૦૧૮ના જાંબુડા ગામે પટેલ સમાજની વાડીના ખુલ્લા પટમાં આ કામના આરોપી જસમતભાઈ ગાડુભાઈ રામાણી, ગોરધનભાઈ દામજી કનેરીયા, મહેશ લાલજીભાઈ સપોવડીયા, હરીશ કરમશીભાઈ પટેલ, અવીંદ જેઠાભાઈ વૈષ્‍ણવ, નીલ ગોવિંગ કાનાણી, રોહિત જગદિશભાઈ દણીધારીયા, પ્રદિપ કરમશી વૈષ્‍ણવ, ધવલ કરમશી વૈષ્‍ણવ, જતીન કાંતીભાઈ રાણીપા, ભીમજી ચકુભાઈ માટીયા, પરસોતમ ટપુ, મુળજી સુરા સતડીયા, મયુર મનજી કાનાણી રે. જાંબુડા ગામ, તા.જિ.જામનગરવાળા જાહેરમાં ગંજી પાના પૈસા વડે પૈસાની હારજીતનો તીનપતિ નામનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૭ર૦૦૦  મોબાઈલ નંગ-૧૧, કિંમત રૂ. ર૮૦૦૦/- સહીત કુલ મુદામાલ ૧,૦૦,૦૦૦/- ઝડપાઈ ગયેલ છે

વૈશાલીનગરમાં યુવતિએ ગળેફાંસો ખાદ્યો

જામનગર : અહીં બેડેશ્‍વરમાં આવેલ વૈશાલીનગર શેરી નં. ૪ માં રહેતા જીતેન્‍દ્રભાઈ કેશવલાલ પરમાર ઉ.વ. પ૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૭ ના રોજ તેમનું ર૩ વર્ષની દિકરી સ્‍વાતીએ પોતાના ઘરે કોઈપણ કારણોસર દુપટાવડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્‍યું છે.

(1:20 pm IST)