ઉપલેટા નગર પ્રાથમીક શિક્ષણ સમીતી અને નગરપાલીકા દ્વારા આજે ૭મો વાર્ષિક ઉત્સવ
જયેશભાઇ રાદડીયા સહીત જીલ્લા ભાજપના આગેવાનો, રૂરલ એસપી, ડીવાયએસપી સહીતના અધિકારીઓ ઉપસ્થીત રહેશે
ઉપલેટા તા.૬: આજે ગુરૂવારે સાંજે ૮ વાગ્યે અહિંની ભગવતસિંહની કન્યા શાળા ખાતે નગરપ્રાથમીક શિક્ષણ સમીતીની જુદી જુદી શાળાઓના અભ્યાસ કરતા બાળકોમાં રહેલી શકિતઓને ઉજાગર કરવા તેમના પ્રોત્સાહન મળે તે હેતુસર આંતર શાળા ટેલેન્ટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ તેના વિજેતા થયેલ બાળકોને બિરદાવવા માટે ૭ માં વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અન્ન નાગરીક પુરવઠા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જયારે ઉદઘાટક તરીકે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઇ બોઘરા અને મુખ્ય મહેમાન તરીકે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, પ્રવિણભાઇ માકડીયા, પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ સાંસદ હરી ભાઇ પટેલ જયારે અતિથી વિશેષ તરીકે ડેપ્યુટી કલેકટર ધોરાજી જી.વી.મિયાણી, જીલ્લા શિક્ષણ પ્રાથમીક અધિકારી આર.એસ. ઉપાધ્યાય, મામલતદાર કે.બી.સોલંકી, અગ્રગણી દાતા જીવાભાઇ સોલંકી, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મહેતા, જેન્તીભાઇ ઢોલ, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, પ્રભારી પ્રકાશભાઇ સોની, ઇન્દ્રજીતસિંહ ચુડાસમા, નરશીભાઇ મુંગલપરા, માધવજીભાઇ પટેલ, રાજાભાઇ સુવા, અમીતભાઇ શેઠ, હરીભાઇ ઠુંમર, વલ્લભભાઇ સખીયા, રાજશીભાઇ હુંબલ, રસીલાબેન સોજીત્રા, મુકતાબેન વઘાસીયા, દિલીપભાઇ ગાંધી, બાબુભાઇ રાઠોડ, ગીરીશ શીશાંગીયા, કેતન સુવા, સંજય સુવા, જગદીશભાઇ વિરમગામા, મિતેશ અમતીયા, છગનભાઇ સોજીત્રા, લાખાભાઇ ડાંગર, રસીકભાઇ ચાવડા, નિતીન અઘેરા, ડો.પ્રવિણ ભેડા, ગોપાલભાઇ ઝાલાવડીયા, ભોલાભાઇ ધોરાજીવાળા, પરાગ શાહ, પ્રદિપ જોશી, જમનભાઇ ગજ્જર, હાતીમ ભારમલ, પી.પી.ટાંક, કિશોર રૂપાપરા, ગુણુભાઇ રાણીગા, રફીકભાઇ મુશાણી, જે.એમ.માંગરોલીયા, પ્રવિણભાઇ દલસાણીયા, વિજય ગજેરા સહીતના આગેવાનો ઉપસ્થીત રહેશે.(૭.૫)