સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th March 2018

ઉનામાં બાળકોને ઉપાડી જતી ટોળકી સક્રિય : ચોકલેટ આપી અપહરણનો પ્રયાસ

બાળકીએ ચીસો પાડતા પાતળા બાંધાનો અને મોઢે માસ્ક પહેરેલ યુવાન નાસી ગયો : સીસી ટીવી કેમેરા ચેક કરાવવા માંગણી

ઉના, તા. ૭ : બાળકોને ઉપાડવા માટે ગેંગ સક્રિય થઇ છે.  નિશાળે જતી બાળકીને ઉપાડવા પ્રયત્ન કરતા બાળકીએ રાડારાડી કરતા મસ્ક પહેરેલ યુવાન નાસી છૂટતા પ્રયાસ નિષ્ફળ. પોલીસ આવા શખ્સને પકડે અને વાલીઓ તેના બાળકો પ્રત્યે જાગૃત બને સાવધાન રહે તે જરૂરી છે.

ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં બાળકોને ઉપાડી જવાની ગેંગ સક્રિય થઇ છે. ઘણા ગામોમાં બાળકોના ગુમ થવાના બનાવ બનેલ છે. ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટી વિસ્તારમાં એક પાતળા બાંધાનો અને મોઢે માસ્ક પહેરેલ યુવાન સોસાયટીમાં રમતા બાળકોને ભાગ અને ચોકલેટ આપવાની લાલચ આપવાનો પ્રયત્નો કર્યા હતાં, પરંતુ બાળકી ડારડો નાખતા ભાગી ગયેલ હોવાની ચર્ચા થઇ રહી છે.

સવારે ઉના શહેરમાં વરસીંગપુર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે એક બાળકી તથા અનય બાળકો ઉભા હતાં ત્યારે એક યુવાન બાળકીને ભાગ આપવાની વાત કરી નજીક આવતા બાળકીએ રાડારાડી કરતા અન્યા બાળકો પણ ગભરાઇ જતા રાડો પાડતા આ માસ્ક પહેરેલ યુવાન ભાગી ગયો હતો અને બાળકીએ તેમના પિતાને વાત કરતા આ અંગે ઉના પોલીસમાં અધિકારીને રજૂઆત કરી હતી.

જયાં આ બનાવ બનેલ છે તે સ્વામીનારાયણ મંદિરના પરીસરમાં સી.સી. કેમેરા હોય તે પણ પોલીસે જોઇ આ યુવાનની તપાસ કરાવે અને કોઇ મોટો બનાવને અંજામ આપે તે પહેલા પોલીસે કાર્યવાહી કરવી જોઇએ અને નાના બાળકોના વાલીએ સાવચેત અને જાગૃત બની સાવધાન રહે.

(3:39 pm IST)