સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th March 2018

ગીર સોમનાથ જીલ્લાના બોર્ડની પરિક્ષા માટે શાળા સંચાલકોની બેઠક યોજાઇ

ગીરસોમનાથ તા.૭ : ગીર-સોમનાથ જિલ્લામાં તા.૧ર થી ધો.૧૦ અને ૧ર સામાન્ય પ્રાવહ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ ની પરીક્ષા યોજાનાર છે.જે સંદર્ભે વેરાવળ સ્થિત મણીબેન કોટક હાઇસ્કુલના પ્રાર્થના ખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યક્ષસ્થાને સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે પરીક્ષાના નિતી-નીયમો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓ પરીક્ષા દરમ્યાન કોઇપણ જાતના માનસિક તણાવમાં ન રહે તેની ખાસ કાળજી લેવી આવશ્યક છે. સી.સી.કેમેરાને યોગ્ય જગ્યાએ લગાડવા પરીક્ષા દરમ્યાન ફરજમાં રોકાયેલ તમામ કર્મચારીઓને ફરજીયાત આઇકાર્ડ લગાડવા બાળકોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતા પહેાલ તેનું સઘન ચેકીંગ જેવી બાબતો પર ખાસ ધ્યાન રાખવા સુચનાઓ આપી હતી. તેઓએ વધુમાં કહ્યું હતું કે પરીક્ષામાં ચોરીના દુષણને ડામવું એ આપણા સૌની સહીયારી જવાબદારી છે જે આપણે સૌએ ઇમાનદારી પૂર્વક નિભાવવી જોઇએ.

આ તકે જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નવઘણ ડોડીયા બોર્ડ મેમ્બર નરેન્દ્રભાઇ વાઢેર ઉચ્ચ. મા.શાળા સંઘના પ્રમુખ કાળુભાઇ ડોડીયા ઝોનલ ઓફીસર હરેશ રાઠોડ રાજેશ ડોડીયા અને વાજાભાઇએ જણાવ્યું કે પરીક્ષામાં થતી ચોરીથી બાળકોમાં છુપાયેલી સ્કીલ બહાર નહી આવીશકે. જેથી આપણે સૌએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી ના કરે તેવું વાતાવરણ નિર્માણ કરવાનું છે. સાથે-સાથે પરીક્ષા દરમ્યાન સુચારૂ વ્યવસ્થા મુલાકાત રજીસ્ટરની નિભાવણી અને જાહેરનામુ પરીક્ષા સ્થળે યોગ્ય જગ્યાએ પ્રદર્શીત કરવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ સંઘના હોદ્દેદારો આચાર્ય ભુપેન્દ્રભાઇ જોષી શિક્ષણ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં શાળાના સંચાલકો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. (૬.ર)

 

(9:38 am IST)