સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th February 2023

મોરબીની બગથળા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનો ગુરુવંદના કાર્યક્રમ યોજાયો.

મોરબી તાલુકાના બગથળાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન તથા ગુરુવંદના કાર્યક્રમનું આયોજન ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.
બગથળા ગામે આવેલી પટેલ સમાજવાડી ખાતે બગથળા હાઈસ્કૂલની 2001ની એસએસસીના વિદ્યાર્થીઓની બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળ રમત-ડાન્સ, ઈનામ વિતરણ, ગુરુનું સન્માન, શિક્ષકોનું સંબોધન, રાસ ગરબા અને ભોજન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજર રહીને જુની યાદો તાજી કરી હતી.

(10:58 pm IST)