મોરબી NCC ડીવીઝનના સીનીયર અન્ડર ઓફિસરનું આસી.ડીરેક્ટર જનરલના હસ્તે સન્માન.
મોરબી : સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ એનસીસી ડીવીઝનના સીનીયર અન્ડર ઓફિસર ચિરાગ કારોત્રાને નવેમ્બર માસમાં રાષ્ટ્રીય સ્તરનું થલ સૈનિક કેમ્પમાં યુદ્ધ કૌશલ્ય તેમજ ફિલ્ડ સિગ્નલમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયું હતું
જે બદલ ગુજરાત એનસીસીના આસિસ્ટન્ટ ડીરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના હસ્તે સન્માનપત્રક આપી સન્માન કરાયું હતું જે સન્માન પ્રાપ્ત કરીને તેઓએ એમ એમ સાયન્સ કોલેજ એનસીસીનું ગૌરવ વધાર્યું છે જે સિદ્ધિ બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ, રજનીભાઈ, દેવાંગભાઈ અને કોલેજના પ્રિન્સીપાલ માંડવીયા સાહેબ, દંગી સાહેબ, ગરમોરા સાહેબએ અભિનંદન પાઠવ્યા છે તેમ એનસીસીના ઓફિસર કેપ્ટન શર્માની યાદીમાં જણાવ્યું છે.