સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th February 2020

જુનાગઢનો ફરારી આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

જુનાગઢ, તા.૭: બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૬.૧૦.૨૦૧૮ના રોજ ફરિયાદી નીતેશભાઇ અનંતરાય દિક્ષીત જાતે બ્રાહમણ ઉ.વ. ૪૦ ધંધો રહે. જીવનધારા-૦૧, ઝાઝરડા રોડ, હરસીધ્ધી ક્રુપા, જુનાગઢ કે, જેઓ પ્રાઇવેટ નોકરી કરે છે, તેઓની સાથે તળાવ દરવાજા સંકલ્પ કોમ્પ્લેક્ષ જુનાગઢ ખાતે આરોપીઓ (૧) મયુર બાબુભાઇ સુબા રહે- જુનાગઢ, (૨) શોહીલ સાદીક સોલંકી રહે-પ્લાસવા તથા (૩) એક અજાણ્યો ડ્રાઇવર તેઓએ ફરીયાદીની ફરીયાદમાં જણાવેલ માલીકીની ટ્રક વેચાણથી લઇ, જેમાં વેચાણ દસ્તાવેજ મુજબની શરતોને આધીન બાકી નીકળતા પૈસા ન આપી તેમજ ખોટા વાયદાઓ કરી, વિશ્વાસદ્યાત/છેતરપીંડી કરી, ગુન્હો આચારેલ હોઈ, ફરિયાદી દ્વારા બી ડિવિઝન ખાતે તા. ૨૨.૦૩.૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેની તપાસ બી ડિવિઝન પી.આઈ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

બી ડિવિઝન ખાતે નોંધવામાં આવેલ વિશ્વાસદ્યાત છેતરપિંડીના ગુન્હાનો ર્ંમુખ્ય સૂત્રધાર આરોપી મયુર બાબુભાઇ સુબા રહે. જુનાગઢ દ્યણા સમયથી નાસતો ફરર્તોં હોય, દરમિયાન ર્ંજૂનાગઢ ડિવિઝનના ટેકનીકલ સેલના હે.કો. કમલેશભાઈર્ં મારફતે ટેકનીકલ સોર્સ આધારે આ ગુન્હામાં ર્ંવોન્ટેડ આરોપી મયુર સૂબા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં હોવાની માહિર્તીં મળેલ હતી. જે આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી તથા સ્ટાફના હે.કો. દિનેશભાઇ, પો.કો. પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, રજાકભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સ્થાનિક બોપલ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી, અમદાવાદ પોલીસની મદદથી નાસતા ફરતા ર્ંઆરોપી મયુરભાઇ બાબુલાલ સુબા ઠકકર લોહાણા ઉ.વ. ૪૬ ધંધો મજુરી રહે. રાજદિપ એપાર્ટમેન્ટ ત્રીજા માળે, બ્લોક નં.સી ૪, બાલમુકુન્દ હોટલવાળી શેરી, વણઝારી ચોક, જૂનાગઢને અમદાવાદ બોપલ પો.સ્ટે. હદ વિસ્તારમાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ ર્ંઆરોપી ખુબ જ ચતુર અને હોશિયાર હોઇ, પોતાના નામે અલગ અલગ સીમ કાર્ડ અને મોબાઈલ વાપરતો હોય, તેમ છતાં ટેકનીકલ સોર્સ આધારે જૂનાગઢ પોલીસ દ્વારા માહિર્તીં મેળવી, અમદાવાદ બોપલ વિસ્તારમાંથી અમદાવાદ એલ.સી.બી. ગ્રામ્ય પોલીસ તથા બોપલ પોલીસની મદદથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દ્વારા ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા ર્ંપકડાયેલ વોન્ટેડ આરોપી મયુર સુબા સાથે આ ગુન્હામાં અન્ય કયા આરોપીઓ સંડોવાયેલ છે, પકડાયેલ આરોપી બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે પકડવાનો બાકી છે, બીજા કોઈ છેતરપિંડીના ગુન્હાઓ આચારેલા છે કે કેમ...?ર્ં એ બાબતે સઘન પૂછપરછ હાથ ધરી, ર્ંપોલીસ રિમાન્ડ મેળવર્વાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(3:50 pm IST)