સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th February 2020

ગોંડલમાં ચોરીની શંકાએ કારખાનાની મજુરની હત્યાઃ ૩ની ધરપકડ

રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અજય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી, આશિષ ટીલવાએ પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારી મોતને ઘાટ ઉતાર્યો'તોઃ કારખાનાના માલિક પૈકી એક વ્યકિતએ સીસી ટીવીમાં કંડારાઇ ગયેલી સમગ્ર ઘટના ડીલીટ કરી દેતા પોલિસે તેને પણ સંકજામાં લીધોઃ રવિ કાલરીયા, શૈલેષ ફૌજી ગોંડલ નગરપાલિકાના અપક્ષ ચુંટાયેલા સભ્યો છેઃ ત્રણેયની શોધખોળઃ પોલિસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો :કારખાનેદાર વિનોદ ગોપાલ ડરાણીયા, આશિષ જમનાદાસ ટીલવા, અક્ષય ઉર્ફે ભાણો રમણીકભાઇ ચોવટીયા સહિત ૩ ની ધરપકડ

રાજકોટઃ ગોંડલના પેન્ટાગોનના કારખાનામાં  ચોરી કરવાની ફીરાકમાં સીસીટીવી ફૂટેજમાં ઝડપાયેલા મજૂરને સવારે બોલાવી બેફામ માર મારવાથી તેનો જીવ ગયો હતો. ઉપરોકત ઘટનામાં પોલીસે કારખાનેદાર આશીષ ટીલવા, અક્ષય ઉર્ફે ભાણો ચોવટીયા અને કારખાનાના બીજા માલીક વીનોદ ગોપાલભાઇ ડરાણીયાની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાની વિગતો એએસપી બાગમારની ઉપસ્થિતિમાં ક્રાંઇમ બ્રાંચના પી.આઇ. એમ રાણાએ માધ્યમોને આપી હતી.(ફોટોઃ સંદીપ બગથરીયા)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલ ભુણાવા-ભરૂડી ગામ પાસે હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતાં તાલુકા પોલીસ, એલસીબી પોલીસ સહિત જિલ્લાભરની પોલીસે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ચોરીના શંકામાં પાલિકાના ૨ સદસ્યો સહિત ૬ શખ્સોની સંડોવણી ખુલ્લી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુણાવા ભરૂડી પાસે યુવાનની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો કાફલો દ્યટનાસ્થળે દોડી ગયો હતો, યુવાનની લાશ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા તેને કબજે કરી હતી. અજાણ્યા યુવાનની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની જણાતી હોય પોલીસને પ્રથમ નજરે યુવાનની પીઠ, ડાબો હાથ તેમજ બેઠકના ભાગે ઇજાના નિશાનો જણાયા હતા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

નાના એવા ભુણાવા ભરૂડી ગામ પાસે યુવાનની લાશ પડી હોવાની ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે ગતરાત્રીના કેટલાક કારખાને દારો દ્વારા યુવાન પર ચોરીની શંકા કરી માર મારવામાં આવ્યો હતો હાલ પોલીસે લાશનો કબજો લઇ મોતનું કારણ જાણવા પીએમ માટે ખસેડી હતી.

ગોંડલ નગરપાલિકા બે સદસ્યો રવિ કાલરીયા (રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી માંથી પાલિકા ની ચૂંટણી જીતી ભાજપ નો ખેશ ધારણ કરી) ગોંડલ નગરપાલિકા વીજળી શાખા નો ચેરમેન બન્યો હતો અને શૈલેષ ફૌજી (સિકયુરિટી ઇન્ચાર્જ અને સરદાર ધામ ગોંડલ તાલુકા ના પ્રમુખ) - અક્ષય ઉર્ફે ભાણો - વિનોદ - અશોક રૈયાણી - આશીષ ટીલવા એ યુવાન પર ચોરીની શંકા કરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારી હત્યા નિપજાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલાં પણ પાલિકા ના એક

સદસ્ય એ અન્ય શખ્સો સાથે ગેરકાયદેસર મંડળી રચી એક સાધુ ની હત્યા નિપજાવી હતી અને હાલ ફરી પાલિકાના બે સદસ્યો એક યુવાન ની હત્યામાં સંડોવાતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

દરમ્યાન આ બનાવ મામલે રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી એલસીબીના પીઆઇ એમ. એન. રાણા સહિતના સ્ટાફે અક્ષય ઉર્ફે ભાણો રમણીકભાઇ ચોવટીયા (પટેલ) ઉ.વ.૨૬ (રહે. ૨૮ ભોજપરા ચબુતરા પાસે કુંભારવાડા ગોંડલ), વિનોદ ગોપાલ ડરાણીયા (પટેલ) (ઉ.વ.૪૭) (ધંધોઃપેન્ટાગોન કંપનીમાં ડાયરેકટર) રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ બેકબોન પાર્ક ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૧ રાજકોટ), આશિષ જમનાદાસ ટીલવા (પટેલ) (ઉ.વ.૩૨) (ધંધો.પ્ર.નોકરી) (રહે. નાના મવા રોડ ગાંધી સ્કુલ પાસે સુફુ પેલેસ રાજકોટ) ની ધરપકડ કરેલ છે.

(3:29 pm IST)