સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

ટંકારાની જુથ અથડામણમાં ૧ર શખ્સોની ધરપકડ : જેલહવાલે

ટંકારા, તા. ૭ : ટંકારામાં સામસામી જુથ અથડામણની ઘટનામાં પોલીસે એક જુથના ૧ર શખ્સોની ધરપકડ કરી હતી. તમામને કોર્ટ જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ટંકારમાં સામસામી જુથ અથડામણની ઘટનામાં પોલીસ ફરીયાદ થયા બાદ એક જુથના સલીમ અલાણાભાઇ ભુંગર સંધી ઉ.વ.૩૮, અલ્તાફ ગફારભાઇ નાયક સંધી ઉ.ર૭, જુમાભાઇ હાસમભાઇ સુમરાણી-સંધી ઉ.વ.રપ, યાસીન કાસમભાઇ ભુંગર સંધી ઉ.૪૩), સીંકદર મામદભાઇ સુમરાણી સંધી ઉ.ર૩, રફીક મામદભાઇ સુમરાણી સંધી ઉ.વ.૩૧, હારૂનભાઇ જુમાભાઇ નાયક સંધી ઉ.વ.૪૦, ગફારભાઇ જમાભાઇ નાયક સંધી ઉ.વ.૬૦, જાવેદ ઇબ્રાહીમ નાયક ઉ.૩૦, ઇમરાન ઇબ્રાહીમભાઇ નાયક સંધી ઉ.ર૬, કાસમ જીવાભાઇ નાયક સંધી ઉ.વ.૬૪ તથા અબ્દુલ મહેબુબ કૈડા સંધી ઉ.૩૩ સહિત ૧ર શખ્સોની ટંકારા પીએસઆઇ આર.એ. જાડેજા દ્વારા ધરપકડ કરી હતી.

તમામ આરોપીઓને મોરબી ખાતે કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયેલ છે.(૮.૮)

(3:45 pm IST)