સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

કોડીનારના દેવળીમાં રવિવારે સંત સુરવીર દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવ

કોડીનાર તા ૭ :  કોડીનાર તાલુકાના દેવળી ગામે તા. ૧૦/૨/૧૯ ના રવિવારે સમસ્ત ગ્રામજનો  દ્વારા  દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કોડીનાર તાલુકાના દેવળી ગામે કારડીયા રાજપુત સમાજમાં ૨૩૮ વર્ષ પહેલા રઘુવીર દેદાબાપાનો જન્મ થયો હતો.  દેદાબાપા કોડીનાર તાલુકાના મહંત સંત અને  સુરવીર હતા, જે તે સમયે કોડીનાર જુનાગઢના નવાબ પાસે હતું. અમરેલી જીલ્લો ગાયકવાડ સરકાર પાસેે હતુ  ગાયકવાડના પત્નીને નવાબે બહેન બનાવ્યા  હોય, જેમાંં  કોડીનાર તાલુકા કાયડમાં આપતા  સુબા વિઠલરાય દેવાજીરાવ કોડીનારનો વહીવટ ચલાવતા હતા, એ સમયમાં કોડીનાર સહીતના વિસ્તારોમા ં મંડોવડી જાતીના  મુમના કોમનો ભારે ત્રાસ હતો. મુમના કોમ વેપારોઓને  લુંટી  લુટફાટ, ચોરી, જુગારનો ધંધો કરતી હતી,  હિન્દુ -મુસ્લીમ સહીતનો સમાજ ત્રાસી જતા  સુબાએ  તમામ સમાજના આગેવાનો અને પોલીસ પટેલની મિટીંગ બોલાવી બ્રાહ્મણ બાળકના માથે ત્રાંબાનો ત્રાંસ એમાં પાનનું બીડુ મુકી આ મુમના કોમના ત્રાસમાંથી કોણ મુકિત અપાવવા કોણ બીડુ ઉઠાવશે ?  તેવું જાહેર કરવા ઉભા હોઇ એે બિડુ ન ઉઠાવતા  સુબાએ કોડીનાર તાલુકાની  પ્રજા નિર્માલ્ય હોવાનું કહેતા, ત્યારે  દેવળી ગામના પોલીસ પટેલ  દેદાબાપા એ નાની ઉંમરમાં આ બિડુ ઝડપી ૧૫ દિવસમાં મુમનાઓને ભગાડી મુકવાનીં બાહેંધરી આપી. આ કામ તેમણે એકલા હાથે ૧૦ દિવસમાં પૂર્ણ કર્યુ હતું.

આ કાર્યમા  ંહરકીશનદાસ શેઠ-મેમણ અન ે કેટલાક મુસ્લીમ પટેલો અ ે દેદાબાપાને સાથ આપ્યો હતો. જેમા ં છોટવડનાં દરબારનો સાથ ઘણો મહત્વનો હતો. ગાયકવાડ  સરકારે દેદાબાપાના આ કામથી ખુશ  થઇ તેમને ૨૫૦ વિઘા  જમીન ગરાસમાં આપી, તેમનું જાહેર સન્માન સમારંભમા ં શ્રેષ્ઠ સુરવીરનુ ં બિરૂદ  આપ્યું હતું. ૨૫૦ વિઘા જમીન સાથે દેવળી નેસ પણ ગરાસમાં આપ્યું હોય ગામ તરીકે વિકસાવતા જે આજે  દેદાની  દેવળી તરીકે ઓળખાય છે.  દેદાબાપા  સુરવીરની સાથે અમુલખ પુરૂષ થઇ ગયા. આ અવતારી પુરૂષની  લોકો  માનતા રાખતા  હતા. દેદાબાપા એ સંતનો પરચો પણ બતાવ્યો હતો. એ સમયે કારડીયા  રાજપુત સમાજે દેદાબાપાને  આગેવાની સોંપી સમાજના પટેલ બનાવ્યા હતાં.

દેદાબાપાએ  કોડીનાર તાલુકાના ં વિકાસ માટે અને તાલુકાભરની પ્રજા સંપ અને સહકારની ભાવના સાથે આગળ આવે તે માટે  તાલુકાના તમામ જ્ઞાતીના સંગઠનો  બનાવી તમામ જ્ઞાતીના પ્રમુખોના રહેઠાણ દેવળી ગામમાં જ રાખ્યા, જેથી કરીને તાલુકાના શ્રેષ્ઠ કાર્યો  એકજ  સ્થળેથી કરી શકાય. ત્યારથી લઇને આજ સુધી દેવળી ગામ કોડીનારનું રાજકીય રાજધાની તરીકે ઓળખાઇ છે.

આગામી તા. ૧૦ રવીવારે સાંજે.૪ કલાકે  દેવળી મુકામે મહંત શ્રી નવીનબાપુ ના હસ્તે પ્રતિમા અનાવરણ વિધી કરવામાં આવશે. પ્રતિમા અનાવરણ વિધી બાદ સાંજના પ કલાકે દેવળી કન્યા શાળાના ગ્રાઉન્ડમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે ૧૦/૨ ના રાત્રીના ૯.૩૦ કલાકે દેદાબાપાના જીવનચરીત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. અને રાત્રે ૧૦ કલાકે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો યોજાશે. જેમાં  ગુજરાતના મશહુર કલાકારો મંત્રમુગ્ધ કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષત્રીય કારડીયા રાજપુત સમાઁજ દેવળી દેદાની ના સમસ્ત ગ્રામજનો ભારે જહેમાથ ઉઠાવી રહ્યા છે.ં(૩.૧)

 

(11:25 am IST)