સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

ફરી ગુલાબી ઠંડીનો અહેસાસ

મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવા વાતાવરણ બાદ આખો દિ' ઉકળાટ

રાજકોટ, તા. ૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ફરીથી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.

થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ ઘટી જતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે. સોમવારથી લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચે આવી રહ્યો છે. જેના કારણે ઠંડી ઘટી ગઈ હતી.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકને બાદ કરતા આખો દિવસ હુંફાળુ વાતાવરણ અનુભવાય રહ્યુ છે. જો કે સવારના સમયે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે અને મોડી રાત્રીના પણ રસ્તા ઓ સુમસામ જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ

જૂનાગઢઃ જૂનાગઢના તાપમાનમાં ઘટાડો થતા ફરી ગુલાબી ઠંડી શરૂ થઈ છે.

ગઈકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૭.૯ ડિગ્રી રહ્યા બાદ આજે ૩ ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાનનો પારો ૧૪.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે ગુલાબી ઠંડી  અનુભવાઈ હતી.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા રહ્યુ હતુ. પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૯ કિ.મી.ની નોંધાઈ હતી.

સવારે આકાશમાં વાદળા થઈ ગયા હતા. જેને લઈને વાતાવરણ ધુંધળુ થઈ ગયુ હતું.

જામનગર

 જામનગરઃ શહેરનું હવામાન મહત્તમઃ ૨૭, લઘુતમઃ ૧૪.૬, ભેજઃ ૫૩ ટકા, પવનઃ ૧૩.૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.(૨-૮)

કયાં કેટલી ઠંડી

શહેર      લઘુતમ       તાપમાન ડીગ્રી

જુનાગઢ  ૧૪.૯ ''

અમદાવાદ      ૧ર.૪   ''

વડોદરા   ૧૧.પ ''

ડીસા      ૧૬.૪ ''

સુરત     ૧૭.૬ ''

રાજકોટ   ૧૪.પ ''

ભાવનગર       ૧ર.૪   ''

પોરબંદર પ.ર   ''

જામનગર ૧૪.૬ ''

વેરાવળ  ૧૮.૦ ''

દ્વારકા     ૧૯.૧ ''

ઓખા     ૧૩.૬ ''

ભુજ      ૧૩.૮ ''

નલીયા   ૧૩.૦ ''

સુરેન્દ્રનગર      ૧૪.પ  ''

ન્યુ કંડલા ૧પ.ર ''

કંડલા એરપોર્ટ   ૧પ.૦  ''

અમરેલી  ૧ર.૦ ''

ગાંધીનગર      ૧૧.ર   ''

મહુવા    ૧૩.૧ ''

દિવ      ૧૩.૧ ''

વલસાડ  ૧૪.૬ ''

વલ્લભ વિ.ન.   ૧૪.ર   ''

આજે - કાલે ઠંડી વર્તાશેઃ રાજકોટ - ૧૪.૫

હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે અને કાલે બે દિવસ ઠંડીનો અનુભવ થશે, જો કે છેલ્લા કેટલાક દિવસોમાં જેવી ઠંડી તેવી કાતિલ ઠંડીની અસર જોવા નહિં મળે : નોર્મલ આસપાસ તાપમાન રહેશે, પવનનું જોર રહેશે : ભેજનું પ્રમાણ પણ જોવા મળશે : રાજકોટ શહેરમાં આજે ન્યુનતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી છે અને ૮ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાતા હોય ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે એક સપ્તાહ હજુ આવુ જ વાતાવરણ રહેશે : ૧૩મી ફેબ્રુઆરી બાદ ન્યુનતમ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે

(3:27 pm IST)