સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

અમરેલીની દુર્દશા સામે પ્રચંડ આક્રોશઃ કાલે સજ્જડ બંધ

''અમરેલી બચાવો'' નાગરિક અભિયાનને પ્રચંડ સમર્થનઃ ઘંટનાદ, સહી ઝુંબેશ વિશાળ રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો

અમરેલીની સમસ્યાના વિરોધમાં ઘંટનાદઃ અમરેલીઃ વિવિધ અણઉકેલ પ્રશ્નોના વિરોધમાં કાલે અમરેલીમાં રાજકીય-સામાજીક આગેવાનો, કાર્યકરો, નગરજનો દ્વારા ઘંટનાદ કરીને આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

અમરેલી તા.૭: અમરેલીમાં થયેલ અણઘડ અને નબળા જાહેર કામોને કારણે અમરેલી શહેરની થયેલ દુર્દશા સામેનો લોકોમાં પ્રચંડ આક્રોશનો જવાળામુખી ભભુકી ઉઠયો છે. છેલ્લા ર વર્ષથી પણ વધુ સમયથી પીડાઇ રહેલ અમરેલીની જનતાની ધીરજ ખુટવા આવી હતી એવા સમયે અમરેલીના જાણીતા તબીબ અને જાહેર જીવનમાં મુલ્યો માટે સંઘર્ષ કરવાના અભિગમ ધરાવતાં ડો. ભરત કાનાબારે, ''અમરેલી બચાવો'' અભિયાનના માધ્યમથી લોકોને સંગઠીત કરવાનું બીડું ઝડપ્યું. લોકોએ આ વાતને ઉપાડી લીધી અને સોશ્યલ મીડિયામાં અને ચૌરે-ચોૈટે આ અભિયાનની વાત ચર્ચાવા માંડી. કાલે રાત્રે, આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલ વિવિધ કાર્યક્રમોના આયોજન માટે, મહાજન પાર્ટી પ્લોટ ખાતે મળેલ મીટીંગમાં શહેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ વિવિધ સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.

મીટીંગનાં પ્રારંભે ડો. કાનાબારે, જે રીતે ભુગર્ભ ગટર સહિત રોડ-રસ્તા તેમજ જાહેર બાંધકામના કામો થયાં તેમાં આયોજન અને સંકલનના સંપૂર્ણ અભાવથી લોકોને પડી રહેલ હાડમારીની વાત કરી, આ બધા કામોમાં જરૂરી ટેકનીકલ સુપરવિઝનના અભાવે તેની ગુણવત્તા વિષે પણ અમરેલીના લોકોમાં મોટી શંકાઓ છે તેની વાત કરી. આ અભિયાનનો હેતુ, નિંભર અને સંવેદનહિન તંત્રને જગાડવાનો છે અને તે કોઇ પક્ષ, સંસ્થા કે વ્યકિત સામે નથી તેની સ્પષ્ટતા કરતાં ડો.કાનાબારે ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ અને તા. ૮મીના રોજ વિશાળ રેલી દ્વારા લોકોને પોતાની તાકાત દેખાડવાનું આહવાન કર્યું હતું.

મીટીંગમાં અમરેલીના સિનિયર તબીબ ડો. રાવળે કવિતાના માધ્યમથી વિનોદ સાથે લોકોની વ્યથાને વાંચા આપી. જેને પણ અમરેલી માટે દાઝ હોય તેવા તમામ વતન પ્રેમીઓને આ અભિયાનમાં જોડાવા હાંકલ કરી હતી. ઇ.એન.ટી. સર્જન ડો. હિતેષ શાહ જેઓ પોતે એક સારા સાહિત્યકાર છે તેમણે તેમની આગવી શૈલીમાં, એક સાથે ૧૦૧ ઉપગ્રહ છોડી શકનાર અને મંગળ પર યાન મોકલનાર એવા ભારત દેશમાં એક નાના શહેરમાં રોડ-ગટરની પ્રાથમિક સુવિધાઓ પણ સારી રીતે ઉભી કરાતી નથી તેના પ્રત્યે ખેદ વ્યકત કર્યો હતો. બિસ્માર રસ્તા ઉપર સતત ઉડતી ધૂળથી નાના બાળકો સહિત, અમરેલીના લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે તેની વાત કરી હતી. આપણા માટે અને અમરેલીની આવતી કાલ માટે, અમરેલીના તમામ લોકો બધાજ મતભેદો ભૂલી સાથે મળીને આ લડાઇ કરે તેવી વિનંતી કરી હતી.

મીટીંગમાં વેપારીઓ વતી ચતુરભાઇ અકબરીએ લોકોની પીડાને વાચા આપવા માટે આ અભિયાન શરૂ કરવા બદલ ડો. કાનાબારને અભિનંદન આપતાં લડતને વેપારી આલમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો અને તા. ૮મીએ અમરેલી બંધનું એલાન આપ્યું છે. આ રેલીમાંવેપારીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.

લાયન્સ રોયલના વસંતભાઇ મોવલીયાએ આ અભિયાનમાં તન-મન-ધનથી સહકાર આપવાની ખાત્રી આપી હતી. અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાએ, સરકારની વિવિધ યોજનાઓ દ્વારા થઇ રહેલ કામોમાં સંકલનના અભાવે પ્રજાની મુશ્કેલીમાં વધારો થાય છે તેમ જણાવી ઉમેર્યું કે, જો વ્યવસ્થિત આગોતરૂ આયોજન કરાય તો શહેરમાં રોડ-રસ્તા વારંવાર ખોદવા ન પડે અને સરકારી નાણાંનો વ્યય પણ ન થાય. આ લોક આંદોલનને પોતાનો ટેકો જાહેર કરતાં શ્રી પી.પી. સોજીત્રાએ, લોકોને અપીલ કરી હતી કે, તમારી આજુબાજુના વિસ્તારમાં જયાં જયાં આવા જાહેર કામો થતાં હોય ત્યાં નાગરિકો પોતે જ ''વોચડોગ'' ની ભૂમિકા ભજવે અને કામો નબળાં થતાં હોય તો તેને અટકાવે તેવો અનુરોધ કર્યો હતો. શરદભાઇ ધાનાણીએ ડો. કાનાબારને અભિનંદન આપતાં જડતંત્ર સામે લોકોને પુરા જોશથી લડવાની હાંકલ કરી છે.

મીટીંગમાં અજયભાઇ અગ્રાવત, દિપકભાઇ વઘાસીયા, ડો. હર્ષદભાઇ રાઠોડ, ડો. સોજીત્રા, ડો. ભાવેશ મહેતા, ડો. એન.એન. દેસાઇ, ડો. ચંદ્રેશભાઇ ખુંટ, ડો. અશોક શીંગાળા, કેતનભાઇ સોની, જયેશભાઇ ટાંક, તેજસભાઇ દેસાઇ, ડો. કથીરીયા, ડો. પીયુષ ગોસાઇ, ડી. કે.રૈયાણી, અરવિંદભાઇ સીતાપરા, સંજયભાઇ વણજારા, દિનેશભાઇ ભુવા, યોગેશભાઇ કોટેચા, ઘનશ્યામભાઇ રૈયાણી, નીલેષભાઇ જોષી, સંજયભાઇ પંડયા,અલ્પેશભાઇ અગ્રાવત, ડો.સ્નેહલ પંડયા, રમેશભાઇ માતરીયા, તુલસીભાઇ મકવાણા, એડવોકેટ અજયભાઇ પંડયા, નંદાભાઇ ભડકણ, ડો.રામાનુજ, ગૌતમભાઇ સાવલીયા, શશાંક મહાજન, બ્રહ્મ સમાજના અશ્વિનભાઇ ત્રિવેદી, અજીજભાઇ ગોરી, સિકંદરખાન પઠાણ, સિદ્ધાર્થભાઇ ઠાકર, ચિરાગભાઇ ત્રિવેદી, સંદીપભાઇ પંડયા, જનકભાઇ પંડયા, એડવોકેટ મગનભાઇ સોલંકી, ડો. વિરલ ગોયાણી, વિકાસભાઇ વડેરા, પ્રફુલ્લભાઇ બાંટવીયા, દિલીપભાઇ પરીખ, પોપટભાઇ કાશ્મીરા, રફીકભાઇ મોગલ, ડો. શાપરીયા, પરેશભાઇ હીંગુ, યોગેશભાઇ કારીયા, મુકુંદભાઇ ગઢીયા, પરેશભાઇ કાનપરીયા, હરીશભાઇ કંસારા, ગીરીશભાઇ ભટ્ટ, કિશોરભાઇ આજુગીયા, જીતુભાઇ ડેર, મુકેશભાઇ તેરૈયા, શૈલેષભાઇ સાવલીયા, હીરાભાઇ પડાયા, ટોમભાઇ અગ્રાવત, સંજયભાઇ પોપટાણી, મેહુલભાઇ સાવલીયા, ભરતભાઇ કાનાણી, ડો. કિશોરભાઇ યાદવ, અશોકભાઇ તનવાણી, ભાવેશભાઇ ભટ્ટ, વૈદ્ય નિખિલેશ જાની, જયદિપભાઇ મારૂ, રમેશભાઇ વેકરીયા, ભાવેશભાઇ ચાવડા, ઉપેન્દ્રભાઇ નાગ્રેચા, યોગેશ ગણાત્રા, સંજયભાઇ ગોંડલીયા, કમલેશભાઇ ટાંક, હરેશ એચ. ટાંક, ભાવિન સોજીત્રા, હીરેન સોજીત્રા, મનોજભાઇ દેવમુરારી, નીરવ કારીયા, કોૈશીકભાઇ જોષી, દિપકભાઇ મકવાણા, નીલેષ સાવલીયા, નિમબાર્ક એસ.સી. રણજીત ઉધાસ, પ્રતિકભાઇ જોષી, અમિત ઝીંઝીવાડીયા, રિયલ હેલૈયા, ભીખુભાઇ અગ્રાવત, રમેશચંન્દ્ર નિમાવત, જીતુભાઇ ઠક્કર, દિપકભાઇ ગાંગડીયા, નિલેષભાઇ સોનપાલ, અનિલભાઇ આડતીયા, જયેશભાઇ માવદીયા, જયસિંહભાઇ રાઠોડ, રોહીતભાઇ મહેતા, ભગીરથ ત્રિવેદી, મનીષભાઇ ધરજીયા, જગદિશભાઇ બાબરીયા, લલિતભાઇ ત્રિવેદી, પરેશભાઇ પાટડીયા, ઇલ્યાસભાઇ કપાસી, કમલેશભાઇ મુંજપરા તેજસ સોરડીયા, ડો. ભીંગરાડીયા, પેઇન્ટર જોગી, ધર્મેન્દ્ર લલાડીયા, કિશન સાદરાણી, ઘનશ્યામભાઇ જોષી, કરશનભાઇ રાતડીયા, રજનીભાઇ વડેરા, અનિલભાઇ આડતીયા, પ્રકાશભાઇ ધોળકીયા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

(3:46 pm IST)