સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th February 2019

વિક્રેતા તથા રેશન ડીપો ધારકોને ફ્રી સેલનું કેરોસીન વેચાણની છૂટ આપો

ટંકારા તા. ૭ :.. કેરોસીન વિક્રેતાઓ તથા રેશન ડીપો ધારકોએ ફ્રી સેલનું કેરોસીન વેંચાણની છૂટ આપવા માંગણી કરેલ છે.

સરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ લાખો મહીલાઓને ગેસ કનેકશન આપેલ છે. તેમનું રેશન ડીપોમાં અપાતુ કેરોસીન બંધ કરાયેલ છે.

પરીણામે કેરોસીન વિક્રેતાઓ તથા રેશન ડીપો ધારકોની આવકમાં ધરખમ ઘટાડો થયેલ છે.

છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી રેશનીંગના કેરોસીનનું વેચાણ કરતા વિક્રેતાઓ બેકાર બનેલ છે. તેઓને રોજી-રોટીનો પ્રશ્ન ઉભો થયેલ છે. તેમને ગુજરાન કેમ ચલાવવું તે પ્રશ્ન છે.

સરકાર બેરોજગારોને રોજી-રોટી કામ આપે છે. જયારે કેરોસીન વિક્રેતાઓનો રોજગાર જ છીનવી લીધેલ છે.

સરકારે તાત્કાલીક કેરોસીન વિક્રેતાઓ તથા રેશન ડીપો ધારકોને ફ્રી સેલનું કેરોસીન વેચાણની મંજૂરી આપવા માંગણી ઉઠેલ છે. (પ-ર૧)

 

(11:15 am IST)