સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th February 2018

પોરબંદર રબારી સમાજના સમૂહલગ્ન યોજાયાઃ વિદ્યાર્થીઓનું સન્માન

પોરબંદર મુકામે રબારી યુવા વિદ્યાર્થી સંગઠન મારફતે, સોરઠ પ્રદેશનો તૃતીય સમૂહલગ્ન તેમજ વિદ્યાર્થી સન્માન-સમારંભ સાત્વિકતા, શાલીનતા તેમજ સાર્થક રીતે યોજાઇ ગયો, જેમા ભુવા વીરાઆતા, ભુવા અમરેશઆતા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઇ ઓડેદરા, ઉપપ્રમુખ નિલેશભાઇ મોરી, નગરપાલિકા પ્રમુખ જીવાભાઇ ભુતિયા, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટઙ્ગ ડો.ડી.બી.દેસાઇ, યુવા આગેવાન નિલેશભાઇ ઓડેદરા,  સરમણભાઇ કોર્પોરેટર, સમાજના અગ્રણીઓ અરજણભાઇ મોરી, ગોગનભાઇ મોરી- રમેશભાઇ છેલાણા, સચિનભાઇ ચાવડા-જામનગર, હિરાભાઇ કરમટા-જુનાગઢ, જયદિપભાઇ મોરી-ભાણવડ, યુવા પત્રકાર સાહરભાઇ દેસાઇ,  શિલ્પાબેન ભારાઇ-જુનાગઢ ઉપરાંત સમાજના અનેક વ્યકિત-વિશેષોએ હાજર રહેલ. રકતદાન શિબિરમાં અનેક લોકોએ રકતદાન પણ કર્યું હતુ.વીસાભાઇ મારૂ દ્રારા સ્વાગત-પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી લાખાભાઇ સિંધલ દ્રારા વ્યકત કરવામાં આવી હતી.  પાલાભાઇ ઘેલિયા, સાગરભાઇ ભારાઇ, દેવાભાઇ મુછાળ, કમલેશભાઇ ગરચર, અર્જુનભાઇ હુણ તેમજ 'યુવા સંગઠન ટીમ'ના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : હરીશ રબારી, હળવદ)

(12:49 pm IST)