સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th February 2018

ધો-૧૦-૧૨ની જાહેર પરિક્ષાના સંચાલકને સોગદનામાનું ફરમાન આચાર્યો-શિક્ષકો પર કસાતો સરકારનો ગાળિયો

ભાવનગર તા.૭: આવતા મહિનાની ૧૨ માર્ચથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાઓને આરંભ થવાનો છે. પરિક્ષાની ગુણવતા જાળવવા સરકાર હમેશ પ્રયત્નશીલ છે. પરંતુ જેની પાસેથી કામની અપેક્ષા છે તેવા આચાર્ય શિક્ષકો તરફ અવિશ્વાસનો અંગુલી નિર્દેશ શિક્ષણ કર્મચારીઓ માટે ખતરાની ઘંટડી સમાન ગણાય રહ્યો છે. શિક્ષણ વિભાગના ૧૬ જાન્યુ.૨૦૧૮ના ઠરાવ સંધાને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ૧ ફેબ્રુ.૧૮ના રોજ પરીપત્ર કરી તમામ પરિક્ષા સંચાલકો આચાર્યોને ફરજિયાત સોગદનામુ રજુ કરવા ફરમાન કર્યુ છે આ સોગદનામાં આચાર્ય/સંચાલકે પરિક્ષાની પારદર્શિતા ગુણવતા, પધ્ધતિ વગેરે બાબતોએ ખાત્રી આપવાની રહેશે માધ્યમિક શિક્ષણ બોર્ડની કાર્યવાહીમાં પુર્ણ સહકાર આપી પરિક્ષા સંચાલન કરવાનું રહેશે. આવા સોગદનામાંથી બોર્ડ કસુરવાનો સામે સખત પગલાઓ ભરી શકશે. આવી કાર્યવાહી કાનુની અને ફોજદારી પણ હોય શકે. સમગ્ર ગુજરાતના આચાર્યોએ આવી કાર્યવાહી સામે નારાજગી જાહેર કરી છે.

(11:43 am IST)