સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th January 2021

મોરબીના ભરતનગર નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી રોકડ - મોબાઇલની ચોરી

ચાર દિવસ પૂર્વે ચોરીનો બનાવ છતાં ફરિયાદ ના નોંધાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે તાજેતરમાં વાડી વિસ્તારની શાળામાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તો હવે ભરતનગર પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસને નિશાન બનાવી તસ્કરો રોકડ અને મોબાઈલ ચોરી કરી ગયા છે. જોકે ચાર દિવસ પૂર્વે થયેલ ચોરીની ફરિયાદ નોંધાઈ નથી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ભરતનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટ ઓફીસને તસ્કરોએ નિશાન બનાવી હતી અને ઓફીસમાંથી ૫૦ હજાર રોકડ તેમજ બે કીમતી મોબાઈલ મળીને અંદાજે એક લાખની મત્તા ચોરી કરી ગયા છે ભરતનગર ગામ નજીક રાધેશ્યામ પ્લાઝામાં આવેલ કેએલએફ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ ઓફીસમાંથી તસ્કરો રોકડા ૫૦ હજાર ઉપરાંત બે મોબાઈલ મળીને અંદાજે ૧ લાખનો મુદામાલ ચોરી ગયા છે જે ચોરી થયાને ત્રણથી ચાર દિવસનો સમય વીતી ચુકયો છે છતાં હજુ સુધી પોલીસમાં સત્ત્।ાવાર ફરિયાદ નોંધાઈ નથી તો ચોરીના મોટાભાગના બનાવોમાં ફરિયાદ જ નોંધાતી ના હોય જેથી તસ્કરોના હોસલા બુલંદ જોવા મળે છે અને એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તો પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જોયા કરતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

(10:26 am IST)