સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

જામનગરમાં ધોળા દિવસે રૂ.૧૦ લાખની લુંટ

ગેસ એજન્સીનું કલેકશન લઇને જતા કર્મચારીને નિશાન બનાવતા ૩ લુંટારૂઓઃ ઝડપી લેવા દોડધામ

જામનગરઃ લુંટની ઘટના બાદ એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. (તસ્વીર કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા., ૭: જામનગરમાં આજે બપોરે લાખો રૂપીયાની લુંટ થતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરના સત્યમ કોલોની, અંડર પાસ પાસે, લાખો રૂપીયાની લુંટ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

જામનગરના ગેસ એજન્સીના કર્મચારીને બાઇક ઉપર આવેલા ૩ શખ્સોએ હથીયારો દેખાડી તેમની પાસે રહેલા રૂ. ૧૦ લાખની લુંટ કરીને આ લુંટારૂઓ નાસી છુટયા હતા.

આ બનાવ બાદ એસપી શરદ સિંઘલ, એલસીબી, એસઓજી અને સીટી સી ડીવીઝન સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડોગ સ્કવોડ સહીતની ટીમો દ્વારા લુંટ કરનારાને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

આ બનાવ બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે. લુંટારૂઓને તાત્કાલીક ઝડપી લેવા માટે ે શહેરમાં નાકાબંધી પણ કરી દેવામાં આવી છે.

(2:31 pm IST)