સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

દામનગરના નારણગઢમાં ઘઉંના વાવેતરમાં બકરૂ મરી જતા ર જુથ વચ્ચે મારામારી

અમરેલી તા. ૭ : દામનગરના નારણગઢ ગામે વાલીબેન તાજુભાઇ ધોળકીયાના દિકરાનો બકરો કિશન ચંદુ સોનારા ઉપાડી ભરતસિંહ ઝાલાની વાડીએ લઇ જતા ઠપકો આપતા લાકડી વડે મારમારી ભરતસિંહ ઝાલાના દિકરાએ ગાળોબોલી બકરાને મારી નાખી રૂ.પ હજારનું નુકશાન કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે. સામા પક્ષે ભરતસિંહ અજીતસિંહ ઝાલાએ આરોપીઓ  પોતાના ઘરે દેશી દારૂનું વેચાણ કરતા હોય. તે બાબતે પોલીસને જાણ કરેલ અને આરોપીના બકરાને ઘઉના વાવેતર કરેલ વાડીએ આવી જતા હોય, એક બકરૂ વાડીએ ખાટલા સાથે બાંધી દીધેલ અને બકરૂ દોરી વિટાળયાને મરણ ગયેલ જે મનદુઃખના કારણે ઘનશ્યામ તાજુ. રહેશ તાલુ, દિનેશના પત્નિ વાલીબેન, ઘનશ્યામના પત્નિ, વજુ તાજુ, દિનેશ તાજુએ ગાળોબોલી ધારીયા અને લાકડી વડે મારવા આવ્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

રાજુલાના કોવાયામાં મકાનમાં તસ્કરો ત્રાટકયા

રાજુલાના કોવાયામાં લવજીભાઇ મેઘાભાઇ રાતોલાના મકાની બારી વાટે કોઇ તસ્કરોએ પ્રવેશ કરી. સોનાની વીટીં નંગ ચાર રૂ.૬ હજાર, સોનાની બુટી એક જોડ રૂ.૧૧ હજાર સોનાનો ઓમકાર એક રૂ.રપ૦૦/ સોનાનું માદળીયું એક રૂ.૩ હજાર, ચાંદીની ઝાંઝરી જોડ એક રૂ.૪ હજાર તથા ચાંદીના જોડ એક રૂ.૧પ૦૦ ચાંદીનો ઝુડો એક રૂ.૧પ૦૦ મળી કુલ રૂ.ર૯,પ૦૦ ની ચોરી કરી ગયાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દહેજ બાબતે પરિણીતાને ત્રાસ

અમરેલી વેસ્ટન પાર્ક સોસાયટીમાં રહેતી છાયાબેનને દહેજ લાવવા અંગે નિકુલ પ્રેમજી મહીડા, શારદાબેન મહીડા, જલ્પાબેન પ્રેમજીભાઇ મહીડા, વિલાશબેન મોહનભાઇ રાઠોડ હાલ ઉપલેટા, બીપીન પ્રેમજી મહીડા, રંજનબેન બીપીનભાઇ મહીડા સહિતે ત્રાસ આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સાવરકુંડલા એલ. સી.બી. પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડયા

સાવરકુંડલામાંં એલ.સી.બી.પોલીસે જુગાર રમતા વિપુલ ભીખુ વાળા, હાથી આપા ખુમાણ, હરેશ નટુ ટાંક, રામજી લવજી ગોહેલ, અનક ઓઢા વીકમા, મધુ એભલ કાલીયાને રોકડ, મોબાઇલ -૬, બાઇક એક મળી કુલ રૂ.૭૩ હજાર ઉપરાંતનો મુદ્દામલ સાથે ઝડપી પાડયા હતા.

ખાંભાના ત્રાકુડા સીમમાં પાણી વાળતા પ્રૌઢને ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત

ખાંભાના ત્રાકુડા સીમમાં પોતાની વાડીએ પરેશભાઇ મધુભાઇ સુહાગીયા પાણી વાળતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત થયાનું તેમના ભાઇ કનુભાઇ સુહાગીયાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:22 pm IST)