સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

જામનગર મોરકંડા રોડ ગંદા પાણીના નિકાલ માટે રજૂઆત

 જામનગર :  (મુકુન્દ બદિયાણી દ્વારા) અહિના મોરકંડા મેઇન રોડ ઉપર મુખ્ય કેનાલ હોય આ કેનાલને લીધે ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે ગંદકી ફેલાતી હોય લોકોના આરોગ્ય ઉપર અસર થતી હોય ઘરે ઘરે માંદગીના ખાટલા છે, આ કેનાલ મોરકંડા રોડથી લઇને કલ્યાણ ચોકથી સેટેલાઇટ સોસાયટીથી આગળ રાજ સોસાયટી, બાલનાથ વિસ્તાર, ગોલ્ડન સોસાયટી, ગરીબનવાઝ સોસાયટી ૧-૨ વગેરે મેઇન રોડ સુધી અને ત્યાંથી લઇને સનસીટી ૧ અને સનસીટી ૨ વિસ્તારોને આવરી લેતી હોય અને આના લીધે આ વિસ્તારોમાં રહેતા આશરે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ લોકોને અસર કરતુ હોય, આટલી બધી વસ્તુ હોવા છતાંપણ ગંદા પાણીનો કયાંય નિકાલ જ ન થતો હોય માટે આ કેનાલનું કામ થવું ખુબ જરૂરી છે. આ અંગે ભૂગર્ભ શાખાના અધિકારીઓ જ્યારે સાઇટ પર આવેલ ત્યાના સ્થાનિક લોકો દ્વારા ખુબ જ આક્રોષ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ કેનાલનું કામ મેઇન પર રોડ હોય તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો માટે અગત્યનું હોય ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત તાત્કાલિક ધોરણે કરવું નહીતર નાછુટકે આ બાબત અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે. તસ્વીરમાં આ વિસ્તારનાં લોકો કોર્પો.ના અધિકારીઓ સમક્ષ રજુઆત કરતા નજરે પડે છે.

(1:21 pm IST)