સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

મોરબીના ડોકટર વડોદરાની મેરેથોન સ્પર્ધામાં દ્વિતીય

 મોરબી,તા.૭: ડોકટર અનીલ પટેલ સીનીયર સીટીઝન હોય છતાં તેમને દોડનો અનોખો શોખ હોય અને શરીર પણ તંદુરસ્ત હોય જેઓએ રવિવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લીધો હતો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં તેમને ૧૦.૫ કિમી રેસમાં ભાગ લઈને સીનીયર સીટીઝન વિભાગમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે ૧૦.૦૫ કિમી સ્પર્ધા તેમને માત્ર ૫૭ મીનીટમાં પૂર્ણ કરીને બીજો ક્રમ મેળવ્યો છે અનેક એવોર્ડ અને મેડલ જીતનાર ડોકટર અનીલ પટેલ વધુ એક સિદ્ઘિ મેળવી છે.

(1:16 pm IST)