સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

પોરબંરમાં ચીફ ઓફિસરની બદલી અટકાવવા પ્રયાસો..?

પોરબંદર તા. ૭: નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા રૂદ્રેશ હુદડની બદલી કરવામાં આવી છે. અને નવા ચીફ ઓફિસર તરીકે પાલનપુરના ચીફ ઓફિસર પંકજભાઇ બારોટને મુકવામાં આવ્યા છે.  પોરબંદરમાં ૭  વર્ષથી રહેલ ચીફ ઓફિસરની એકાએક થયેલ બદલી  અટકાવવા પ્રયાસો થઇ રહ્યાની  અને કેટલાક આરટીઆઇ એકટીવીસ્ટ અને આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી સમક્ષ રજુઆતો કરવા જઇ રહ્યાની ચર્ચા ઉઠી છે.

ચીફ ઓફિસરની પોરબંદરમાં ફરજ દરમિયાન ભુગર્ભ ગટર અને રોડના બાંધકામ અને ગેરરીતીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શહેરમાં સીટી મીશનની ગ્રાન્ટ હેઠળ ૮૩૨ કરોડની ફાળવણી  કરવામાં આવી છે. પ્રથમ હપ્તો ગુજરાત સરકારને આપવામાં આવેલ  હતો અને ત્યારબાદ પાલીકા પુરવઠા ખાતાને આ ગ્રાન્ટ ટ્રાન્સફર કરવામાં આવેલ ત્યારબાદ રાજકિય દાવપેચમાં આ ગ્રન્ટ  નગરપાલિકાને સોંપવામાં આવી હતી. ગ્રાન્ટની મોટાભાગની રકમ ભુગર્ભ ગટર અને ડામર તથા સીમેટ રોડ કામમાં વાપરવામાં આવી છે.અન્ય નોંધનીય તપાસ કામો થઇ શકેલ નહી .

ભુગર્ભ ગટરમાં પાલીકા નિકાલનો  પ્રશ્ન તેમજ ટેન્ડરની શરતો મુજબ કામ નહી થયાની ફરિયાદો શરૂ થઇ ગયેલ તટસ્થ તપાસ કરાવવા આરટીઆઇ એકટીવીસ્ટ તથા આગેવાનોએ રજુઆત કરી હતી. ભૂગર્ભ ગટરના કામ પૂનઃ કરવા આર.ટી.આઇ. બાવનજીભાઇએ ઝુંબેશ  શરૂ કરી હતી. પરંતુ રજુઆતો સામે તંત્ર મૌન જાળવી ગયેલ.

ચીફ ઓફિસરના કાર્યકાળ દરમિયાન નબળા કાર્યોની ફરિયાદો હોય તેની બદલી  નહી કરવા અને પુરી તપાસ કરવા અગાઉ પણ આરટીઆઇ એકટીવીસ્ટએ માગણી કરીને રજુઆત કરી હતી.

(1:12 pm IST)