પોરબંદરઃ પોકસોએકટના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
પોરબંદર તા.૭: પોકસો એકટના ગુન્હામાં પકડાયેલા આરોપીએ ફરીયાદીના વાલીપણામાંથી તેની સગીર વયની બહેનને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદાથી ભગાડી લઇ જઇ આઇ.પી.સી.ની કલમ-૩૬૩,૩૬૬, ૩૫૪(એ) અને પોકસોની કલમ-૮ મુજબનો કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ. ત્યારબાદ આરોપીની અટક કરી. સ્પે. પોકસો કોર્ટમાં રજુ કરેલ અને કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ ત્યારબાદ આરોપીએ જેલમાંથી તેમના જોખીયા-એડવોકેટ દ્વારા સ્પેશીયલ કોર્ટમાં જામીન મુકત થવા જામીન અરજી કરેલ હતી.
સ્પેશીયલ પોકસો ના કેસો ચલાવવા માટે નીમાયેલ સ્પેશીયલ કોર્ટના જજ આર.આર.ભટ્ટ સાહેબે શરતોને આધીન આરોપીની જામીન અરજી મંજુર કરી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.
ઉપરોકત આ કામમાં જોખીયા-એડવોકેટ ઓફીસના અકબર એસ. સેલોત અને સાહીલ મલેક રોકાયેલા હતા.