સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

હાપા માર્કેટ યાર્ડના મગફળી કેન્દ્રમાં ચેકીંગ કરતા એ. વી. વાઢેર

રાજકોટ : રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાઓના ટેકાના ભાવે મગફળી ખરીદીના વ્યવસ્થાપક તરીકે નિયુકત થયેલ અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એ. વી. વાઢેરે ગઇકાલે અચાનક જામનગર પાસેના હાપા માર્કેટ યાર્ડ ખાતે ખરીદ કેન્દ્રની  મુલાકાત લીધેલ. મગફળીની આવક-જાવક, ગુણવતા નકકી કરવાની પ્રક્રિયા, ખેડૂતો માટેની અનુકુળતા વગેરે બાબતની તપાસ કરી  જરૂરી સૂચના આપી હતી.

(12:04 pm IST)