સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભાઇ સોમાણીનું સન્માન

વાંકાનેર : શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ગ્રીનચોકથી સીટી સ્ટેશન રોડ વચ્ચે ડીવાઇડર સાથે સીંગલમાંથી ડબલ સિમેન્ટ ક્રોકીંટ અને લોખંડથી મજબૂત બનાવાયો છે. અહી વોર્ડ નં.૩-૪ માં પહેલા ગ્રીનચોકથી આ રોડ બિસ્માર હાલતમાં હતો. આ રોડ માટેની અવારનવાર રજૂઆતો બાદ ૨૦૧૯ના અંતભાગે ઘણી મજબૂત કામગીરી સાથે બનેલ આ રોડ વર્ષો સુધી સંભારણુ બની રહેનાર હોઇ રોડ કામ પુર્ણ થયા બાદ સીટી સ્ટેશન અને ગ્રીનચોકના વેપારીઓ દ્વારા ન.પા.ના પુર્વપ્રમુખ જીતુભાઇ સોમાણીના સન્માન અર્થે એક કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં ન.પા.ના પ્રમુખ રમેશભાઇ વોરાના અધ્યક્ષસ્થાને સીટી રોડ ખાતે તાવા પાર્ટીનું આયોજન કીર્તીકુમાર દોશીએ યોજેલ જેમાં જીતુભાઇ સોમાણીનું શાલ ઓઢાડી સન્માન કરાયેલ. આ પ્રસંગે ઉદબોધનમાં જીતુભાઇ સોમાણીએ જણાવેલ કે આ શાલ અને ફૂલહાર ેટલે અમારા પર જવાબદારીનો ભાર મૂકયો છે તેવું જણાવીને આગામી પાલીકાના ચુંટણી સુધી આવા વિકાસના કામો ચાલુ રહેશે તેવુ એલાન કર્યુ હતુ વધુમાં જણાવેલ કે વાંકાનેર ન.પા.ના સ્વ.ભંડોળના એટલે કે શહેરના લોકોના ટેકસના રૂપિયા પંદર કરોડ જમા છે તે રકમ ઉપર હું નાગ થઇને બેઠો છુ તેમાં કોઇનો હાથ પડવા નહી દઉ. આ પ્રસંગે સીટી સ્ટેશન રોડના વેપારીઓ તથા અગ્રણી નાગરીકો, સદસ્યો અને ન.પા.ના ઉપપ્રમુખ તથા માજી સભ્ય અરવિંદ ભગત, ભાજપ શહેર પ્રમુખ દિનુભાઇ વ્યાસ તથા મહામંત્રીઓ ઇન્દુભા જાડેજા, એસ.એસ.હાથી તથા  આ વિસ્તારના દાઉદભાઇ માણેકીયા સાથે તેના મિત્ર મંડળે પણ જીતુભાઇ સોમાણીનુ સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો. પાલીકાની વિવિધ વિસ્તારની મહિલા સદસ્યો પણ હાજર રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : મહમદ રાઠોડ, વાંકાનેર)

(11:58 am IST)