સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘમાં જ્ઞાનવિજ્ઞાન મેળો યોજાયો

મીઠાપુર : અહીની વર્ષોજૂની શાળા શ્રી મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘમાં જ્ઞાનવિજ્ઞાન મેળાનુ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સાગર ટુકડીથી લઇને ધોરણ ૧ થી પમાં અભ્યાસ કરતા નાડકો દ્વારા અલગ અલગ પ્રોજેકટો બનાવ્યા હતા. જેમાં નાના ભૂલકાઓએ પોતે શાકભાજી, કઠોડ અને ફળોના પોસ્ટરો લગાવી કુદરતી રીતે થતી વસ્તુઓમાનવજીવનમાં કેવી રીતે કામ આવે છે તે સમજાવાયુ હતુ. આ ઉપરાંત તારામંડળ તેમજ પાણીમાંથી વિજળી ઉત્પન્ન કરવા તથા અનેક પર્યાવરણને લગતા પ્રોજેકટો બનાવી લોકોને આર્કષયા હતા. આ વિજ્ઞાનમેળામાં અતિથિ વિશેષ સ્થાનિક ટાટા કંપનીના એન.કામથ, દિનેશ શુકલા, જનાર્દન, ભરતભાઇ, ટાંક, મીઠાપુર હાઇસ્કુલના આચાર્ય નિરવ જોશી તથા દિલીપભાઇ ચોકસી હાજર હતા આ બધા જ પ્રોજેકટો વિશે બાળકો પાસેથી સહર્ષ જાણકારી મેળવી હતી. આયોજન બદલ શાળાના આચાર્ય શ્રીમતી ભારતીબેન વ્યાસ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આ વિજ્ઞાનમેળાનો લાભ મોટી સંખ્યામાં મીઠાપુરવાસીઓએ લીધો હતો તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)

(11:57 am IST)