સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

અંજારની આહીર બોર્ડિંગમાં ૧૪ વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યા

ભુજ,તા.૭: અંજારની આહીર બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતા ૧૪ વર્ષીય સગીર વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યાના બનાવે ચકચાર સર્જી છે. શિવમ કાનજી છાંગા નામના સગીરે ખાટલા ઉપર રસી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. સગીરની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)