સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

ઉપલેટાના મેખાટીંબીમાંથી જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

ઉપલેટા તા.૭: તાલુકાના મેખાટીંબી ગામે રહેતા કિશોરભાઈ જેઠાભાઈ ડોલેરાઙ્ગ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં બહારથી માણસોને જુગાર રમવા માટે બોલાવી તેમાંથી નાલ ઉદ્યરાવી જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી મળતાં બાતમીના આધારે રેડ કરતા કિશોરભાઇ જેઠાભાઈ ડોલેરા રહે. મેખાટીંબી તા.ઉપલેટા,દિલાવરભાઈ કાસમભાઈ બ્લોચ રહે.ઉપલેટા,શાહનવાઝભાઈ યુનુસભાઈ છાવળ રહે.ઉપલેટા, અનીશભાઈ સુલેમાનભાઈ બકાલી રહે ઉપલેટા વાળાઓને કુલ રોકડ રૂપીયા ૭૦૮૦/૦૦ તથા મોટરસાયકલ ૨ કિંમત રૂપીયા ૩૫૦૦૦/૦૦ સાથે મળી કુલ મુદામાલ કિંમત રૂપીયા ૪૩૦૮૦/૦૦ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ ૪-૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ પીઆઈ વિ.એમ.લગારીયા સાહેબ, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, ગગુભાઈ ગઢવી,દિનેશભાઈ ગોંડલીયા,વનરાજભાઈ રગિયા, નીરવભાઈ ઉટડીયા,નિશાંતભાઈ પરમાર સહિતના ઉપલેટા પોલીસ સ્ટેશનના જોડાયા હતા.

(11:47 am IST)