સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

અમરેલી જીલ્લાની ૪ ઘરફોડીનો ભેદ ખુલ્યોઃ રાજકોટ-ઉનાના રાજુલા પંથકમાં સ્થાયી ચાર તસ્કરો ઝડપાયા

 અમરેલી તા. ૭ :.. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયે જીલ્લામાં મિલ્કત સબંધી વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી. આવા ગુન્હેગારો પકડી પાડી. ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી. મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ. સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર. કે. કરમટા તથા પો. સ. ઇ. પી. એન. મોરી તથા એલ. સી. બી. ટીમ દ્વારા માહિતી મેળવી ઘરફોડ ચોરીઓ કરતી ગેંગના ચાર સક્રિય સભ્યોને નાગેશ્રી પો. સ્ટે. ન દૂધાળા ચોકડી પાસેથી ઝડપી લઇ ચોરીઓમાં ગયેલ મોબાઇલ ફોન, રોકડ રકમ, ઘરેણા સહિતનો મુદામાલ રીકવર કરી અમરેલી જીલ્લામાં અલગ અલગ ચાર જગ્યાએ થયેલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

(૧) મહેશ ભરતભાઇ કોવારદીયા ઉ.રર, ધંધો-મજુરી, રહે. હિંડોરણા ટોકીઝની બાજુમાં ઝૂંપડામાં, તા. રાજુલા, (ર) અજય  રાજુભાઇ વાઘેલા ઉ.ર૪, ધંધો-ડબાના ઢાકણા બનાવવાનો, રહે. હિંડોરણા ટોકીઝની બાજુમાં, ઝૂંપડામાં તા. રાજુલા.

(૩) રવિ દિલીપભાઇ કાનાણી ઉ.રર, ધંધો-મજૂરી રહે. આણંદપુર નવાગામ બસ સ્ટેશન પાસે તા. જી. રાજકોટ હાલ ઉના આમોદ્રા રોડ, ઇરફાન પટેલના મકાનમાં ભાડે (૪) મહેશ રાજુભાઇ વાઘેલા ઉ.૧૯ ધંધો-મજુરી, રહે. હિંડોરણા ટોકીઝની બાજુમાં ઝૂંપડામાં, તા. રાજુલા પાસેથી

(૧) અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડટ  ટચ સ્ક્રીન મોબાઇલ ફોન નંગ ૧૦, કિં. રૂ. પ૮,૦૦૦, (ર) રોકડા રૂ. પ૦૦૦, (૩) સફેદ ધાતુના (ચાંદીના) ઘરેણા, જેમાં માળા, છડાં, લક્ષ્મીજીની મૂર્તિ, વીંટી, કંડુ કિ. રૂ. ૬૦૦૦ મળી કુલ કિ. રૂ. ૬૯,૦૦૦, નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામના આરોપીઓની પુછપરછ દરમ્યાન અમરેલી જીલ્લામાં નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાનું ખુલવા પામેલ છે.

આ કામના આરોપીઓની પુછપરછ દરમ્યાન અમરેલી જીલ્લામાં નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાનું ખુલવા પામેલ છે.

(૧) બારેક દિવસ પહેલા નાગેશ્રી પો. સ્ટે.ના કાગવદર ગામે પુલ નીચે ઓરડીમાંથી મોબાઇલ ફોન નંગ-૩, તથ રોકડા રૂ. પ૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧૩,૪૦૦ ના મુદામાલની ચોરી કરેલ જે અંગે નાગેશ્રી પો. સ્ટે. માં ફ. ગુ. ર. નં. ૩૦/ર૦ર૦. ઇ. પી. કો. કલમ ૪પ૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

(ર) પીપાવાવ મરીન પો. સ્ટે.ના કોવાયા ગામે આઠેક દિવસ પહેલા મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાઓની ચોરી કરેલ.

(૩) સાતેક મહીના પહેલા હિડોરણા ગામના ભંગારના ડેલાની પાછળ લોખંડના બારણાવાળી ઓરડીઓ પૈકીની પહેલા નંબરની ખોલીના દરવાજામાં સળીયો ભરાવી. મોબાઇલ ફોનની ચોરી કરેલ.

(૪) એકાદ વર્ષ પહેલા હિંડોરણા પોલીસ ચોકી સાથે આવેલ ટાયર પંચરની મોટી દુકાનેથી ખાટલામાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરી લીધેલ.

(11:46 am IST)