સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

મોરબી-વિજપુરના ડ્રાઇવર સતત ૨૦ કલાક ફરજ બજાવે છેઃ અકસ્માત થાય તો જવાબદાર કોણ?

સ્ટાફની ઘટને લીધે એસ.ટી.દ્વારા : એસ.ટીના પરિપત્રમાં વધુમાં વધુ ૧૦ કલાક ફરજ લેવાનો નિયમ છે : ડ્રાયવર પાસે વધુ સમયની ફરજના ટેન્શનમાંજ અકસ્માતનું જોખમ રહે. : વિભાગીય નિયામક હિમતનગરે સ્ટાફની ઘટનો પ્રશ્ન ઉકેલવો જરૂરી

મોરબી તા.૭:  મોરબી અહીથી રાત્રે ૧૧.૩૦ વાગ્યે ઉપડતી મોરબી વિજાપુર બસ સવારે સાત વાગ્યે વિજાપુર પહોચે છે આ બસના ડ્રાઇવર કંડકટર પાસે સતત વીસ કલાક સળંગ સેવા લેવામાં આવે છે જે તદન ગેરવ્યાજબી છે.

સતત ૨૦ કલાક ફરજ બજાવતા ડ્રાઇવર કયારે અકસ્માત કરે તેનુ કાઇ નકી ન હોય એસટી પરિપત્ર મુજબ વધુમા વધુ દસ કલાકથી વધારે સેવા ન લેવી જોઇએ જેથી અકસ્માતમા ઘટાડો થાય આ બસ વિજાપુરથી બપોરના  બે વાગ્યે ઉપડે અને સવારના દસ વાગ્યા સુધી એકજ ડ્રાઇવર પાસે સેવા લેવામાં આવે છે. જે અકસ્માતને આમંત્રણ આપવા જેવુ છે.

જયારે આવા અકસ્માત થાય ત્યારે એસટીને નુકસાન થાય છે અને લાખો રૂપીયા કલેમના ચુકવવા પડે છે આવા અધિકારીની અનઆવડત અને બેદરકારી કારણે નિગમને ઘણુજ નુકશાન થાય છે આ બાબતે વિભાગીય કચેરી લેવલે તપાસ કરતા તેવુ જાણવા મળેલ કે સ્ટાફની ઘટે છે જેથી સેવા લેવી પડે છે સ્ટાફની  ઘટને કારણે આ બસનો અકસ્માત થશેતો જવાબદારી કેની રહેશે આ બાબતે વિભાગીય નિયામક હીમતનગર યોગ્ય નિકાલ કરે તે જરૂરી છે.

(11:43 am IST)